અમદાવાદ : એડલવાઇસ એસેટ મેનેજમેન્ટ જુલાઈ બીજા તબક્કામાં ભારત બોન્ડ ઇટીએફનો ઇશ્યૂ કરશે અને તે મારફત ~૧૪,૦૦૦ કરોડ એકત્ર કરશે. બે નવી સિરીઝમાં ઇટીએફ લોન્ચ કરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૧૯માં ઇટીએફની પ્રારંભિક સિરીઝને સફળતા બાદ આ નવી સિરીઝ લોન્ચ કરાશે.બે ન્યૂ ઇટીએફ સિરીઝના લોન્ચ મારફત એડલવાઇસ મ્યુચ્યુઅલ ફંડ બજારની માગને આધારે ~૧૧,૦૦૦ કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે ~૩,૦૦૦ કરોડની પ્રારંભિક રકમ એકત્ર કરવા માંગે છે.
બે નવી સિરીઝની પાકતી મુદત એપ્રિલ ૨૦૨૫ અને એપ્રિલ ૨૦૩૧ હશે. ભારતી બોન્ડ ઇટીએફ પ્રોગ્રામ સરકારની પહેલ છે અને એડલવાઇસ એસેટ મેનેજમેન્ટ તેનું સંચાલન કરે છે.એડલવાઇસ મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ રાધિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલના વાતાવરણમાં રોકાણકારોને ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં સેફ,લિક્વિડ અને ટેક્સ કાર્યક્ષમ વિકલ્પોની જરૂર છે અને ભારત બોન્ડ ઇટીએફ આ જરૂરિયાતને સારી રીતે પૂરી કરે છે.આ ઇટીએફમાં નિફ્ટી ભારત બોન્ડ સૂચકાંકોમાં રોકાણ છે,તેમાં AAA રેટિંગ ધરાવતાં જાહેર સાહસો છે.