ICICI બેન્કની AAA રેટિંગ ધરાવતી સિક્યોરિટીઝ ‘ભૂલ’થી વેચી : ટેમ્પલટન

304

મુંબઈ : ફ્રેન્કલીન ટેમ્પલટન ફંડે હવે દાવો કર્યો છે કે તેણે ૨૩મી એપ્રિલના રોજ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસે છ ડેટ સ્કીમ્સને વાઇન્ડ અપ કરી તેમા ટ્રિપલ એ રેટિંગ દરાવતી આઇસીઆઇસીઆઇ બેન્કની સિક્યોરિટીને ‘ભૂલથી’ વેચી મારી હતી.તેણે આ સ્કીમ બંધ કર્યાના સપ્તાહ પછી આવો દાવો કર્યો છે. ફ્રેન્કલીન ટેમ્પલટન રોકાણકારને તેના ઇ-મેઇલ પ્રતિસાદમાં જણાવ્યું હતું કે આઇસીઆઇસીઆઇ બેન્કની સિક્યોરિટી ફ્રેન્કલીન ઇન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ દ્વારા ભૂલથી વેચી દેવાઈ હતી.ફંડ હાઉસે રોકાણકારોને જણાવ્યું હતું કે આ સોદો ભૂલથી થઈ ગયો હતો અને અમારા બોર્ડની સાથે અમારા ટ્રસ્ટીઓને આ અંગે માહિતી આપવામાં આવી છે અને એએમસીના બોર્ડ અને ટ્રસ્ટીઓની સલાહના આધારે એએમસી અમારા રોકાણકારોના શ્રેષ્ઠ હિતમાં ૨૩ અને ૨૮મી એપ્રિલના મૂલ્ય વચ્ચેનો તફાવત ચૂકવી આપશે.

આ સોદાનું ચોક્કસ વેચાણ મૂલ્ય તો જાણી શકાયું નથી,પરંતુ ઇટી સાથે વાતચીત કરનારા કેટલાક રોકાણકારોએ નિર્દેશ કર્યો હતો કે ફંડ હાઉસ દ્વારા પોર્ટફોલિયાન સંચાલનમાં મિસમેનેજમેન્ટ કરવામાં આવ્યું છે,તેમા એસ્સેલ જૂથના શેરોનો સમાવેશ થાય છે.ફ્રેન્કલીન ટેમ્પલટન એએમસીએ શુક્રવારે એસ્સેલ ઇન્ફ્રાપ્રોજે્ટ દ્વારા જારી કરવામાં આવેલા ડેટમાં નાદારીની જાહેરાત કરી તી.

વિતરકોને મોકલવામાં આવેલી નોંધમાં ફંડે જણાવ્યું હતું કે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ,ડિશ ટીવી ઇન્ડિયા,ઇઆઇએલના અનલિસ્ટેડ શેર અને સુભાષચંદ્રની વ્યક્તિગત ગેરંટીવાળઆ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) તેમના મેચ્યોરિટી ઓબ્લિગેશન પૂરા કરી શક્યા નથી. ફ્રેન્કલીન ટેમ્પલટન એસ્સેલ જૂથના એક્સ્પોઝરનું મૂલ્ય ~૬૧૬ કરોડના મેચ્યોરિટી વેલ્યુથી ઘટાડી ~૯૨ કરોડ કયુ છે. આશ્ચર્યની વાત એ છે કે ફ્રેન્કલીન ટેમ્પલટન એસ્સેલ જૂથના એક્સ્પોઝરમાંથી સાવ નીકળી ગયું નથી,જ્યારે મોટાભાગના મ્યચ્યુઅલ ફંડ્સ જેવા કે એચડીએફસી,કોટક,આઇસીઆઇસીઆઇ પ્રુડેન્સિયલ અને આદિત્ય બિરલા સનલાઇફે તેને ગયા વર્ષે વેચી દીધા હતા. ઝી એન્ટરટેઇનમેન્ટ શેરનો ભાવ અડધો થઈ ગયો છે.

બી એન્ડ કે સિક્યોરિટીઝના અહેવાલ મુજબ ફ્રેન્કલીન ટેમ્પલટન તેની છ ડેટ સ્કીમ્સના પોર્ટફોલિયોમાં ૮૮ એકમો જેવા કે ફાઇવ સ્ટાર, રિવાઝ ટ્રેડ, રિશાંત હોલસેલ,આદર્શિની રિયલ એસ્ટેટ,ઇન્ડિયા શેલ્ટર,વિસ્તાર ફાઇનાન્સયિલ્સ ઓપીજે ટ્રેડિંગ સહિતના ૮૮ એકમોમાંથી ૨૬માં એકલી લેણદાર હતી. ગયા સપ્તાહે ફંડ હાઉસે કોટક મહિન્દ્રા બેન્કની તેની છ સ્કીમ્સની વાઇન્ડિંગ અપ પ્રક્રિયાની દેખરેખ રાખવા નિમણૂક કરી હતી.આ સ્કીમ્સ ૨૩ એપ્રિલના રોજ બંધ થઈ ગઈ હતી.

Share Now