ગુજરાતમાં કહેર વર્તાવી રહેલા કોરોનામાં ગઈકાલે વધુ 361 નવા કેસ નોંધાતા રાજય હવે કુલ પોઝીટીવનાં 15000 ની નજીક પહોંચી ગયુ છે અને છેલ્લા 24 કલાકમાં હજુ વધુ મૃત્યુ નોંધાતા રાજયમાં કુલ મૃત્યુ આંક પણ 915 થયો છે.જે મહારાષ્ટ્ર બાદનાં બીજા ક્રમે છે દેશમા મુંબઈની માફક જ કોરોના હોટસ્પોટ બની રહેલા અમદાવાદમાં 251 નવા કેસ નોંધાયા છે અને સુરત 36, વડોદરા 31, કેસ સાથે રાજયમાં 8 જીલ્લા બન્યા છે રાજયમાં કુલ પોઝીટીવ કેસ 6777 નોંધાયા છે.
રાજયમાં હવે સરકાર કોરોનાનાં મૃત્યુ નવા પોઝીટીવ કેસને હળવાશથી લેવા માંગતી હોય તેવી સ્થિતિ છે અને હવે આરોગ્ય અગ્રસચીવ જયંતી રવિ ફરી એક વખત વિડીયો પ્રેસથી દુર રહ્યા છે અને સરકારે હવે અમદાવાદ સહિતનાં હોટસ્પોટમાં જયાં રોજ નવા નવા કેસ 300 થી વધુ આવે છે ત્યાં પણ કુલ કેસ અને અન્ય માહીતી જાહેર કરી નથી.જોકે હજુ ટેસ્ટીગનો વિવાદ યથાવત છે.
રાજયમાં 21 સરકારી અને 16 ખાનગી લેબ સાથે કુલ 37 લેબો છે રાજય કોરોનાના કેસમાં સતત બીજા અથવા ત્રીજા ક્રમે રહ્યું છે.પણ ટેસ્ટીંગ લેબમાં તે છેક પાંચમા ક્રમે છે.જોકે રાજયનાં આરોગ્ય સચીવ જયંતી રવિએ દાવો કર્યો છે કે ગુજરાતમાં જરૂર કરતા ઓછા ટેસ્ટ થતા નથી અને અન્ય રાજયોની સરખામણીમાં રાજયમાં પુરતા કેસ થાય છે.