વલસાડ : વાપીમાં રવિવારે ચલામાં એક દંપતિ પોઝિટિવ આવ્યાં બાદ સોમવારે પણ વધુ એક કોરોનાના કેસ નોંધાયો હતો. જેમાં વાપી હરિયા હોસ્પિટલના વોર્ડ બોય 18 મે એ ગોદાલ નગરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતાં તેને વલસાડ મ્યુસિપલ હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરાયા હતાં.જયાં લેવાયેલા સેમ્પલમાં સોમવારે હરિયા હોસ્પિટલના વોર્ડ બોયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ સાથે વાપી વિસ્તારમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં કુલ 11 કેસ નોંધાયા છે. વાપી શહેરમાં કોરોના કેસો વધવાનો સિલસિલ યથાવત ચાલી રહ્યો છે.રવિવારે ચલાના વેપારીના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સોમવારે વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો હતો.જેમાં વાપી અંબામાતા મંદિર પાછળ એલઆઇજી સેકટરમાં 45 વર્ષિય વિનોદ દેસાઇ વાપી હરિયા હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવે છે.18મે એ વાપી ગોદાલ નગરના પોઝિટિવ દર્દી હરિયા હોસ્પિટલમાં આવ્યો હોવાથી વોર્ડ બોય તેના સંપર્કમાં આવ્યો હતો. જેથી વોર્ડ બોયને ડીસીએચસી વલસાડ (મ્યુનિસિપલ હોસ્પિટલ) ખાતે સરકારી સુવિધા સાથે કોરોન્ટાઇન કર્યો હતો.આરોગ્ય વિભાગે તેમનું સેમ્પલ લીધુ હતું.સોમવારે હરિયા હોસ્પિટલના વોર્ડ બોય વિનોદનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ હતું.વાપી વિસ્તારમાં સતત કોરોના વાઇરસના કેસો વધી રહ્યાં છે.વોર્ડ બોય સાથે અત્યાર સુધીમાં કુલ 11 કેસો નોંધાયા છે.સોમવારે વાપીમાં મોટાભાગની દુકાનો ખુલી ગઇ હતી. જેમાં કેટલીક દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી હતી.