-કંપનીના નામનો ઉપયોગ કરી ખોટો ડેટા વેચવામાં આવી રહ્યા છે Truecaller એપ
નવી દિલ્હી : સાયબર ક્રિમિનલ તરફથી આશરે 4.75 કરોડ ભારતીય યૂઝર્સનો Truecaller રેકોર્ડ લીક થયો છે,જેને ખરીદી શકાય છે.ઓનલાઇન ઇન્ટેલિજન્સ ફર્મ Cybleના રિપોરટ મુજબ ભારતીય યૂઝર્સનો લીક થયેલો ડેટા 75,000માં ઓનલાઇન ખરીદી શકાય છે.જોકે Truecaller એપ તરફથી આવેલા નિવેદનમાં આ દાવાને નકારી દેવાયો છે.એપ મુજબ ડેટા સિક્યોર છે અને કંપનીના નામે ખોટો ડેટા વેચવામાં આવી રહ્યો છે.
Cybleએ તેના એક બ્લોગ પોસ્ટમાં એવા સેલર ગ્રુપને શોધી લેવાનો દાવો કર્યો છે જે 4.75 કરોડ ભારતીય યૂઝર્સની માહિતી વેચી રહ્યા છે જેની કિંમત 1000 ડોલર રાખવામાં આવી છે.આ ડેટા 2019નો છે.રિપોર્ટ મુજબ ડેટામાં યૂઝર્સના ફોન નંબર,જેન્ડર,શહેર,મોબાઇલ નેટવર્કની માહિતીની સાથે-સાથે ફેસબુક આઇડીની માહિતી પણ સામેલ છે.
જોકે Truecaller એપના જણાવ્યા મુજબ આ પ્રકારના સેલની માહિતી મે 2019માં સામે આવી હતી. એપના પ્રવક્તાનું કહેવુ છે કે,કંપની એના યૂઝર્સની પ્રાયવેસી અને સર્વિસિસને ગંભીરતાથી લે છે તથા દરેક પ્રકારની એક્ટિવિટીને મોનીટર કરવામાં આવી રહી છે.કંપનીએ દાવો કર્યો હતો કે આ ડેટા ખોટો છે,પરંતુ કંપનીના નામનો ઉપયોગ કરી તેને વેચવામાં મદદ લેવામાં આવી રહી છે.