વડોદરા : ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ વડોદરા જિલ્લામાં નોંધાયા છે.આજે નવા 29 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 933 થઈ ગઈ છે.તો આજે 11 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.વડોદરામાં ગોત્રી,અકોટા,મકરંદ દેસાઈ રોડ પર કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.
અત્યાર સુધી 530 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમણના 933 કેસ સામે આવ્યા છે.જેમાંથી 530 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.તો આ મહામારીમાં અત્યાર સુધી 42 લોકોના મૃત્યુ પણ થયા છે.
વડોદરામાં કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા
વડોદરામાં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે.90થી વધી 120 વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ જતા અને કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારો સીલ કર્યાં છે.તેમજ આવિસ્તારોમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટો પણ બંધ કરાવી છે.