
બારડોલી :સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કઠોર ગામે તાપી નદીના કિનારે જુગાર રમી રહેલ 7 વ્યક્તિઓને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા હતા.જ્યારે એક શખ્સ ત્યાંથી ભાગી છૂટતા તેને વોંટેડ જાહેર કર્યો હતો. પકડાયેલ વ્યક્તિઓ પાસેથી પોલીસે કુલ 3180 રૂ. નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ પોલીસ સ્ટેશનના કઠોર આઉટપોસ્ટ ખાતે હે.કો તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ રામજીભાઇ નાઓને ખાનગી રાહે બાતમી મળતા તેઓ પોલીસ સ્ટાફના માણસો સાથે કઠોર ગામે લોખાત હોસ્પિટલની પાછળ તાપી નદીના કિનારે રેડ કરી હતી. ત્યાં બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રહેલ 8 વ્યક્તિઑ પૈકી સાતને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ ઇકબાલ ઉર્ફે ઈકલો સમા (રહે, કઠોરગામ, મદની રેસીડન્સી, તા-કામરેજ) ત્યાંથી ભાગી જતાં તેને વોંટેડ જાહેર કર્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કુલ 3180 રૂ. નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ
1. અબ્દુલ કાદીર બદશાહ (રહે, કઠોર ગામ, તાઈવાડ, તા-કામરેજ)
2. ઇલ્યાસ ફારૂક આકુજી (રહે, કઠોર ગામ, બદાત ફળિયું, તા-કામરેજ)
3. ઝૂબેર કાસીમ તાઈ (રહે, કઠોરગામ, તાઈવાડ, તા-કામરેજ)
4. ઇદ્રીશ યુસુફ કડવા (રહે, કઠોરગામ, પટેલ ટેકરા, તા-કામરેજ)
5. ઇમરાન ગનીભાઈ મહેતા (રહે, કઠોરગામ, આંબોલી શક્તિનગર)
6. યાહયા ઉર્ફે બાબુ હારુન ભૈયાત (રહે, કઠોરગામ, નદીકિનારે ટેકરા ફળિયું)
7. અબ્ઝલ અબ્બાસ શેખ (રહે, કઠોરગામ, રાબિયા રો હાઉસ