સુરત જીલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

299

બારડોલી : સુરત જિલ્લામાં વધુ ચાર કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.મહુવા તાલુકાના વાંસકુઇ ગામે તેમજ પલસાણા તાલુકાનાં જોળવા ગામે એક દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.જિલ્લામાં કોરોનાનો કેસો વધતા તંત્ર દોડતું થયું છે.આજે સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં ફરી એકવાર કોરોનાએ પગ પેસારો કરતાં બે પોઝિટિવ કેસ બહાર આવ્યા બાદ પલસાણા તાલુકાનાં જોળવા ગામે આરાધના ડ્રીમ સોસાયટીમાં રહેતા એક દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.મહુવા તાલુકાનાં વાંસકુઇ ગામે નેવાણીયા ફળિયામાં મુકેશભાઈ રમણભાઈ પટેલ તથા તેમના પત્ની જયાબેન મુકેશભાઇ પટેલ નાઓ તા 24 મે ના રોજ બોમ્બેથી વાંસકુઇ ગામે આવ્યા હતા.તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમનો આજરોજ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારબાદ જોળવા ગામે આરાધના ડ્રીમ સોસાયટીઆ રહેતા જ્ઞાનેશ્વર રતન પાટીલ (50) તેમજ તેમની પત્ની વંદના પાટીલ (40) ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તેમની સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓને આરોગ્યની ટીમે કવોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share Now