વલસાડ, 30 મે : દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન લાગુ છે.ત્યારે,આવા સમયે પણ બુટલેગરો દારૂની ખેપ મારવામાં સફળ થઈ રહ્યા છે.આવા જ એક બુટલેગરના ટ્રકમાં લાકડા તથા પ્લાસ્ટિક પેલેટની આડમાં લઈ જવાતા દારૂના કિમીયાનો વલસાડ LCB એ પર્દાફાશ કરી 84000ના બીયરના ટીન સાથે કુલ 14,05,205 રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
આ અંગે LCB એ આપેલ વિગત મુજબ કોરોના વાયરસની વેશ્વિક મહામારી ચાલુ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર lcb વલસાડના સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.ત્યારે મુંબઈથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઇવે નંબર 48 ના ટ્રેક ઉપર હોટલ તુલસી સામેના રોડ ઉપર પારડી ખાતેથી ટ્રક ચાલક ધર્મેન્દ્ર કુમાર રામનારાયણ રાજભર રહેવાસી સુરતનો આરોપીને ટ્રક સાથે અટકાવી તપાસ કરતા ટ્રકમાં કેબીનના ઉપરના ભાગે તથા ફાલકાના ભાગે પ્લેટની આડમાં ભારતીય બનાવટના બિયરના 35 બોક્સ મળી આવ્યા હતાં.જેમાં 840 નંગ બિયરના ટીન હતા,જેની કુલ કિંમત 84000 તેમજ વગર પાસ પરમીટે વાહતુક કરી લઈ જવાતા લાકડાના તથા પ્લાસ્ટિકની પેલેટ જેની કિંમત 3,20,705 તથા 10 લાખનો ટ્રક, માલની બિલ્ટી, ટ્રકના સાધનિક કાગળો અંગજડતીમાંથી મળેલ મોબાઇલ કિંમત રૂપિયા 500 મળી કુલ 14,05,205 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો.આ દરમ્યાન ટ્રક સાથે પેટ્રોલિંગમાં રહેલ સફેદ કલરની કાર જેમાં સવાર એક કાલુ નામનો વ્યક્તિ અને તેેની સાથેનો વ્યક્તિ નાસી જવામાં સફળ થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.જો કે, હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલુ હોવાથી મધ્યસ્થ જેલ સુરત જેલ અધિકારી દ્વારા 27/4/2019 થી કરેલ હુકમ આધારે કોઈ પણ આરોપીને COVID-19 ની તપાસ થયા પછી અટક કરવાનો હુકમ હોવાથી ટ્રકચાલકની હાલ અટક કરેલ નથી તાબામાં લીધેલ છે.જેઓની covid-19 પ્રમાણે શારીરિક તપાસણી કરાવ્યા પછી ગુન્હાના કામે અટક કરવામાં આવશે.