ખેડૂતોને અપેક્ષા મુજબ શેરડીના ભાવ મળતા સંતોષ

325

બારડોલી : દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓએ 31મી માર્ચના રોજ શેરડીની પીલાણ સિઝન વર્ષ 2019-20 ના આખર ભાવ અપેક્ષા મુજબ વ્યાજબી ભાવ જાહેર થતાં ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ ભાવ ટનદીઠ 3311 ત્યારબાદ બારડોલી સુગર ફેક્ટરીએ 3152 રૂપિયા જાહેર કર્યો હતો.

31 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ શેરડીના આખરી ભાવ જાહેર કરવાના હોય છે પરંતુ કોરોના મહામારીને કારણે શેરડીના ભાવ બે મહિના બાદ નક્કી કરવામાં આવ્યા હતા.આથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચાતક નજરે રવિવારના રોજ શેરડીના આખર ભાવ અંગે સુગર ફેક્ટરી તરફ મીત માંડીને બેઠા હતા. ભાવ જાહેર થતાં જ મોટાભાગના ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.વર્તમાન સ્થિતિમાં ખાંડ ઉદ્યોગની હાલત કફોડી છે. કોરોનાને કારણે બજાર બંધ રહેતા ખાંડ પણ વેચાય શકી ન હતી.આવી પરિસ્થિતિમાં સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કરતાં મહત્વની ગણાતી ગણદેવી,બારડોલી,ચલથાણ,મઢી જેવી સુગર ફેક્ટરીઓએ પણ ગત વર્ષની પીલાણ સિઝન 2018-19 કરતાં પણ ટન દીઠ સરેરાશ 300 રૂપિયા જેટલો સરેરાશ વધુ ભાવ જાહેર કર્યા છે.પરિણામે ખેડૂતોમાં હાલની સ્થિતિ પ્રમાણે સંતોષ વ્યક્ત કર્યો છે.

સૌથી વધુ ભાવ ગણદેવી સુગરના જ્યારે સૌથી ઓછા કામરેજ સુગરના

આજે જાહેર કરેલા શેરડીના ભાવમાં સૌથી વધુભાવ ગણદેવી સુગર ફેક્ટરીએ 3311,ત્યરબાદ બારડોલી સુગર ફેક્ટરીએ 3152 તેમજ ચલથાણ સુગર ફેક્ટરીએ 3056,મઢી સુગર ફેકટરીએ 2961, મહુવા સુગર ફેકટરીએ 2985,કામરેજ સુગર ફેક્ટરીએ 2776 સાયણ સુગર ફેકટરીએ 3081 ભાવ જાહેર કર્યો હતો.

Share Now