નવીદિલ્હી,તા. 1 : લોકડાઉનના પાંચમાં તબક્કાની શરુઆતની સાથે જ જિંદગી સરળ બનાવવા માટેનાં અનેક મહત્વનાં નિર્ણયો પણ અમલી બનશે. જેમાં એક દેશ એક રાશન કાર્ડ યોજનાથી કોઇપણ ગરીબ દેશનાં કોઇપણ રાજ્યમાંથી સસ્તા દરે રાશન ખરીદવું સરળ બનશે તો 200 ટ્રેન અને ગો એરની સ્થાનિક હવાઈ યાત્રા પણ શરુ થતાં લોકોની મુશ્કેલીનો મહદઅંશે અંત આવ્યો છે.
લોકડાઉનનો પાંચમો તબક્કો શરુ થતાં જ બે મહિના કરતાં પણ વધારે સમય પછી એસી, નોન એસી અને જનરલ કોચ ધરાવતી 200 ટ્રેન પોતાના નિર્ધારિત સમય પર શરુ થઇ ચૂકી છે. જો કે રિઝર્વેશન વગર કોઇને પણ મુસાફરી કરવાની મંજુરી આપવામાં નહીં આવે. જનરલ કોચમાં મુસાફરી માટે આરક્ષિત સીટ જ મળશે. તમામ ટ્રેનમાં અધિકતમ 30 દિવસનું વેઇટીંગ અને આરએએસી ટિકીટ બુક કરવામાં આવશે. ટિકીટ ક્ધફર્મ થયા પછી જ ટ્રેનમાં મુસાફરી કરવી શક્ય બનશે.આ ઉપરાંત કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના એક દેશ એક રાશન 20 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અમલી બનશે.જે અંતર્ગત સંબંધિત રાજ્યનાં રાશન કાર્ડ ધારક અન્ય દેશનાં સરકારી કેન્દ્રથી સસ્તા દરે રાશન ખરીદી શકશે.આ યોજના ગુજરાત સહિત આંધ્રપ્રદેશ,ગોવા,હરીયાણા,ઝારખંડ,કેરળ,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,રાજસ્થાન,તેલંગણા,ત્રિપુરા,ઉતરપ્રદેશ,બિહાર,પંજાબ,હિમાચલપ્રદેશ,દાદરા નગર હવેલી, ઓરિસ્સા,મિઝોરમ,નાગાલેન્ડમાં અમલી બનશે.
ગો એરની સ્થાનિક ફલાઈટ પણ સેનેટાઈઝેશન તથા ક્રુ મેમ્બર દ્વારા માસ્ક,હેન્ડ ગ્લવ્સ સહિતની તકેદારીઓ સાથે શરુ કરવામાં આવી રહી છે.
આ સાથે જ આયકર વિભાગ તરફથી સંશોધિત ફોર્મ 256 એએસ લાગુ પડી રહ્યું છે.જેમાં જે તે નાણાંકીય વર્ષમાં ભરેલા ટેક્સ અને લેતી દેતીની સમગ્ર જાણકારી પુરી પાડવાની રહેશે. કરદાતા આયકર વિભાગની સાઈટ પર પોતાનાં પેન નંબર નાંખી આ ફોર્મ મેળવી શકશે.પંજાબમાં સગર્ભા મહિલાઓ ઇ-સંજીવની પરથી ઓપીડીનો લાભ લઇ શરકશે.કર્ણાટકમાં મંદિરર, મસ્જીદ અને ચર્ચ સહિત તમામ ધાર્મિક સ્થળો ખુલશે,ઉતપ્રદેશમાં પણ 50 ટકા યાત્રીઓ સાથે માસ્ક,સેનેટાઈઝર સહિતની તકેદારીઓ લઇને રોડવેઝ બસો શરુ કરવામાં આવશે.જો કે મિઝોરમમાં પેટ્રોલ પર 2.5 ટકા અને ડિઝલ પર 5 ટકા વેટ લાગતા બંને પેટ્રોલિયમ પેદાશો મોંઘા થઇ રહ્યાં છે.