વ્હાઈટ હાઉસ નજીક પહોચતા અમેરિકી તોફાનો : ટ્રમ્પ બંકરમાં સંતાયા

388

વોશિંગ્ટન: અમેરિકામાં એક બ્લેક નાગરિક જયોર્જ ફલોયડની પોલીસ કસ્ટડીમાં મોત બાદ ભડકી ઉઠેલી હિંસામાં તોફાનો વ્હાઈટ હાઉસની નજીક પહોચતા જ અહી કર્ફયુ જેવી સ્થિતિ સર્જી દેવાયા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત રાખવા માટે બંકરમાં મોકલી અપાયા હતા અને લગભગ એક કલાક તેઓ બંકરમાં રહ્યા બાદ ફરી વ્હાઈટ હાઉસમાં પરત આવી ગયા હતા.પ્રમુખની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને તેના પુત્રને પણ બંકરમાં લઈ જવાયા હતા.અમેરિકામાં પ્રમુખની સુરક્ષાના કાનૂન મુજબ વ્હાઈટ હાઉસની નજીક જ જે રીતે તોફાનીઓ વધતા જતા હતા અને આગજની થતી હતી તેથી વ્હાઈટ હાઉસમાં ખતરાની લાલ લાઈટ બની હતી અને તુર્ત જ રાષ્ટ્રપતિ અને તેના કુટુંબ તથા મહત્વના લોકોને અત્યંત સુરક્ષિત બંકરમાં ખસેડવામાં આવે છે અને પ્રમુખ ત્યાંથી દેશનું સંચાલન કરી શકે છે.જો જમીન પર ખતરો વધે તો પ્રમુખને એરફોર્સ વન કે નૌકાદળના વિશાળ જહાજ ટ્રાવેલ નેવી-વનમાં ખસેડાયા છે અને પ્રમુખની સુરક્ષા માટે સબમરીન પણ હોય છે.

અમેરિકાના 30 શહેરો હિંસામાં હોમાયા છે.વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસની આસપાસના ક્ષેત્રોમાં કર્ફયુ જાહેર કરવામાં આવ્યા છે અને વ્હાઈટ હાઉસને પુરી રીતે તોફાન વિરોધી રેપીડ એકશન ફોર્સનું સુરક્ષા ચક્ર આપી દેવાયુ છે.પ્રમુખ ટ્રમ્પે આ હિંસાને વખોડતા તેના માટે ડાબેરીઓને જવાબદાર ગણાવતા ઉમેર્યુ કે આ લોકો નિર્દોષને ભયમાં રાખે છે. નોકરીઓ છીનવે છે.તેમના વ્યાપાર-ધંધાને નુકશાન પહોંચાડે છે અને બિલ્ડીંગો સળગાવી રહી છે અને આંદોલન હાઈજેક થયુ છે.ટ્રમ્પે હવે તોફાનીઓને આતંકી દોષિત કરતું ટવીટ કર્યુ છે.અમેરિકામાં ડાબેરી સંગઠનોને ‘એન્ટીફા’ તરીકે ઓળખવામાં આવે છે જેનો ‘એન્ટી-ફાસીસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

અમેરિકામાં ભારે અંધાધૂંધી ફેલાઈ છે. અમેરિકાના એક અશ્ર્વેત નાગરિક યોર્જ લોઈડની પોલીસ કસ્ટડીમાં મોત બાદ સરકાર વિરોધી અને પોલીસ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા છે અને ટ્રમ્પ ખરેખરા ઉપાધીમાં મુકાયા છે પરંતુ આ આખી ઘટના પાછળની હકીકતો વધુ ચોંકાવનારી છે. અશ્ર્વેત યુવાન યોર્જ લોઈડને પકડીને પોલીસ લઈ ગઈ ત્યારબાદ તેને પોલીસ જીપ સાથે અથડાવવામાં આવ્યો હતો અને તેણે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યેા ત્યારે પોલીસમેનો તેને ઉંધો કરીને તેની ગરદન પર બેસી ગયા હતા અને તેનો શ્ર્વાસ રુંધાય જાય ત્યાં સુધી ગરદન પર બેસી રહ્યા હતા. અંતે ફલોઈડનું મોત થયા બાદ પણ પોલીસમેનો તેની ગરદન પર ચડેલા હતા તેવા વીડિયો પણ વાયરલ થયા છે.

ટ્રમ્પે ગોળીબારની ધમકી અને શિકારી કૂતરાઓ જેવા શબ્દો યુઝ કરતાં તોફાનો વધુ વકર્યા

અમેરિકામાં અશ્ર્વેત યુવાનના પોલીસ અત્યાચારથી મોત બાદ જે સ્થિતિ બેકાબૂ બની હતી અને અમેરિકાના ૧૬ રાયોમાં તોફાનો ફાટી નીકળ્યા છે.આ બધું જોઈને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ શરમાવાને બદલે વધુ ગાજી પડયા હતા અને એમણે એક તબક્કે ફાયરિંગ કરાવવાની ધમકી પણ આપી હતી અને એવો બકવાસ પણ કર્યેા હતો કે તોફાનીઓ ઉપર શિકારી કુતરા છોડી દેવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પના આવા બિનજવાબદારીભર્યા વલણ અને નિવેદનને પગલે તોફાનો વધુ વકર્યા હતા અને લોકો વધુ ક્રોધીત થયા હતા.આ તોફાનોમાં ફકત કાળા લોકો જ છે તેવું નથી પરંતુ શ્ર્વેત લોકો પણ તેમાં મોટી સંખ્યામાં સામેલ થઈ ગયા છે. એક તબક્કે ટ્રમ્પે એવી ધમકી પણ આપી હતી કે દેખાવો કરવા માટે જવાબદાર એન્ટીફાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની જરૂર પડશે. આ બધા ડાબેરી સંગઠનોએ કરાવ્યું છે તેવો આરોપ પણ ટ્રમ્પે નાખ્યો છે.

અંતે ટ્રમ્પની કબૂલાત, કાળા યુવકનું મોત સૌથી ત્રાસદાયક ઘટના

અમેરિકામાં તોફાનો બેકાબૂ બન્યા છે અને વધુ શહેરો સુધી ફેલાઈ ગયા છે.૪૦ શહેરો સુધી તોફાનો ફેલાઈ ચૂકયા છે અને અમેરિકી પ્રમુખ બધી મર્દાનગી પુંઠ પર વીંટીને બંકરમાં સંતાઈ ગયા છે અને હવે તેને એવી અનુભૂતિ થઈ છે કે અશ્ર્વેત યુવકનું મોત એ સૌથી કમનસીબ અને ઝુલ્મી ઘટના છે.ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કરીને એવી કબૂલાત કરી છે કે પોલીસ અત્યાચારથી કાળા યુવકનું મોત તે સૌથી મોટી ત્રાસદાયક ઘટના છે તેમાં કોઈ શંકા નથી

Share Now