એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજના આજથી શરૂ : 67 કરોડ લોકોને થશે ફાયદો

269

67 કરોડ ગરીબ લોકોને માટે કેન્દ્ર સરકારની એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાનો 1 જૂન 2020થી આજથી આખા દેશમાં 20 રાજ્યોમાં શરૂં થઈ છે. યોજનાનો ફાયદો એ થશે કે રેશનકાર્ડ કોઈપણ રાજ્યનું હોય પણ કોઈ પણ રાજ્યમાં ચાલશે.કોઈ પણ રાશનની દુકાને કાર્ડ ચાલશે.તેનાથી હિજરતી મજૂરોને સૌથી મોટો ફાયદો થશે.જેમની પાસે આવું કાર્ડ ન હોય તેમને પણ 5 કિલો અનાજ આપવામાં આવશે.

રેશનકાર્ડ ધારકોને 5 કિલો ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલોના દરે મળશે. આ કાર્ડ 3 ભાષા સ્થાનિક ભાષા, હિન્દી કે અંગ્રેજીમાં આપવામાં આવશે.8 કરોડ હિજરતી મજૂરોને આનો લાભ મળશે. હિજરતી મજૂરો 30 કરોડથી વધું છે.અનાજની કિંમત 3500 કરોડ રૂપિયા હશે. રાજ્ય સરકાર તેનો અમલ કરશે. પ્રક્રિયા આગામી બે મહિના સુધી ચાલુ રહેશે.

યોજનાથી ભ્રષ્ટાચાર અને મોનોપોલી દૂર થશે,ગરીબોને અનાજ મળશે

બનાવટી રેશનકાર્ડને રોકવામાં પણ મદદ કરશે.બધા રેશનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અને પોઇન્ટ ઓફ સેલ,પીઓએસ મશીન દ્વારા અનાજ વિતરણ કરવાની સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે.85 ટકા આધારકાર્ડ પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનો સાથે જોડાયેલા છે.22 રાજ્યોમાં 100 ટકા પીઓએસ મશીન લગાવવામાં આવ્યા છે.સામાન્ય લોકો હવે કોઈ એક સસ્તા અનાજની – પીડીએસ દુકાન સાથે બંધાયેલાં નહીં હોય.દુકાન માલિકો પરની નિર્ભરતા ઓછી થશે. ભ્રષ્ટાચાર પણ ઓછો થશે.

સમગ્ર દેશમાં રેશનકાર્ડ માટે આવતીકાલે 1 જૂનથી વન નેશન વન કાર્ડની યોજના સંપુર્ણ લાગુ થઇ જશે. આ સ્કીમનો ફાયદો થશે કે રાનશ કાર્ડ કોઇ પણ રાજ્યમાં બનેલું હોય તેનું રાશન ખરીદવા માટેનો ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઇ શકે છે. તેના કારણે ગરીબોને ઘણો ફાયદો થશે. રાશન કાર્ડ ધારકોને પાંચ કિલો ચોખા ત્રણ રૂપિયા કિલોનાં દરથી અને ઘઉ બે રૂપિયા કિલોના દરથી મળશે. કાર્ડ બે ભાષામાં સ્થાનીક ભાષા અને હિન્દી અથવા અંગ્રેજીમાં બહાર પડશે.

નાણામંત્રીએ કહ્યું કે,જેની પાસે રેશનકાર્ડ અથવા કોઇ કાર્ડ નથી,તેને પણ 5 કિલો ઘઉ,ચોખા અને એક કિલો ચણાની મદદ આપવામાં આવશે.8 કરોડ પ્રવાસી મજૂરોને તેનો ફાયદો થશે. તેમાં 3500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.રાજ્ય સરકાર દ્વારા તેને કારગત બનાવવામાં આવશે.રાજ્યોની પાસે આ મજુરોની માહિતી છે.આગામી બે મહિના સુધી નિશ્ચિત પ્રક્રિયા લાગુ રહેશે.

સ્કીમથી થશે આ ફાયદા

વન નેશન-વન કાર્ડ યોજનાનો સૌથી વધુ ફાયદો ગરીબોને થશે. એક સ્થળેથી બીજા સ્થળે શિફ્ટ થનારા પ્રવાસીઓને ફાયદો મળશે. નકલી રેશનકાર્ડને અટકાવી શકાશે.તમામ રાશનકાર્ડને આધારકાર્ડ સાતે આધાર સાથે લિંક અને પોઇન્ટ ઓફ સેલ મશીન (Point of Sale, PoS) દ્વારા અનાજ વહેંચવાની વ્યવસ્થા ઝડપથી ચાલુ કરવામાં આવશે. 85 ટકા આધારકાર્ડ પોઇન્ટ ઓફ સેલ મશીન સાથે જોડાઇ ચુક્યા છે.22 રાજ્યોમાં 100 ટકા પીઓએસ મશીન લાગી ચુક્યા છે.

Share Now