લ્યો બોલો! CMના કોવિડ-19 રિલીફ ફંડમાં આવ્યાં અધધ 342 કરોડ, સરકારે ખર્ચ્યા 23 કરોડ!

272

કોરોના વાયરસ સંકટ સામે લડવા માટે લોકોએ કરોડો રૂપિયાનું દાન રાજ્ય સરકારોનાં CM રિલીફ ફંડમાં જમા કરાવ્યું છે પરંતું જે તે રાજ્ય સરકારોની અણઆવડતનાં કારણે તેનો યોગ્ય ઉપયોગ થઇ શક્યો નથી.જેમ કે મહારાષ્ટ્રના CM રિલીફ ફંડ કોવિડ-19 એકાઉન્ટમાં દાનદાતાઓની મદદથી 342 કરોડ જમા થયા પણ કોરોના વાયરસના નામ પર માત્ર 23.82 કરોડ રૂપિયા જ ખર્ચ કરવાની વાત સામે આવી છે.આ જાણકારી RTI કાર્યકર્તા અનિલ ગલગલીને સીએમ રિલીફ ફંડ તરફથી આપવામાં આવી છે.મોટી વાત એ છે કે,સૌથી વધુ રકમ 55.20 કરોડ રૂપિયા પરપ્રાંતિય મજૂરોની મુસાફરી પર ખર્ચ થયા છે.

RTI કાર્યકર્તાએ જમા અને ખર્ચનું વિવરણ આપ્યુ

RTI કાર્યકર્તા અનિલ ગલગલીએ રિલીફ ફંડ કોવિડ 19 એકાઉન્ટમાં જમા કુલ રકમ અને ખર્ચવામાં આવેલી રકમનું વિવરણ માગ્યું હતું. સીએમ રિલીફ ફંડના સહાયક લેખાધિકારી મિલિન્દ કાબાડીએ અનિલ ગલગલીને જમા અને ખર્ચવામાં આવેલી રકમનું વિવરણ આપ્યું.આમાં 18 મે 2020 સુધી કુલ 342.01 કરોડની રકમ જમા થઈ છે.આ રકમમાંથી કુલ 79,82,37,070 રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.ખર્ચ થયેલી રકમમાંથી કોવિડ-19 પર માત્ર 23,82,50,000 ખર્ચવામાં આવ્યા છે.આમાંથી 20 કરોડ સેન્ટ જ્યૉર્જ હોસ્પિટલ, મુંબઈને ફાળવવામાં આવ્યા અને 3,82, 50,000ની રકમ મેડિકલ શિક્ષણ તથા સંશોધન વિભાગને આપવામાં આવી છે.

પ્રવાસી મજૂરો માટે જે રકમ ફાળવવામાં આવી છે તેને રાજ્યના કલેક્ટર્સને સોંપવામાં આવી છે જેથી રેલવેના ભાડાની સમયસર ચૂકવણી થઈ શકે.આમાં 36 જિલ્લા સ્થિત પ્રવાસી મજૂરોનું ભાડું 53,45,47, 070 કહેવામાં આવી રહ્યું છે.રત્નાગિરી જિલ્લા સ્થિત મજૂરના રેલવેનું ભાડું 1.30 કરોડ અને સાંગલી સ્થિત મજૂરોના રેલવેનું ભાડું 44.40 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે.ઔરંગાબાદ સ્થિત રેલવે દુર્ઘટનામાં પ્રતિ મૃતક વ્યક્તિ 5 લાખ રૂપિયાના હિસાબથી 80 લાખ રૂપિયાની આર્થિક મદદ સીએમ રિલીફ ફંડ કોવિડ-19ના એકાઉન્ટથી કરવામાં આવી છે.અનિલ ગલગલી અનુસાર, મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ માટે કુલ જમા રકમમાંથી માત્ર 7 ટકા રકમ સ્વાસ્થ્ય સેવા પર ખર્ચવામાં આવ્યા છે.

પ્રવાસી મજૂરોની રેલવે ટિકિટ પર 16 ટકા રકમ ખર્ચ કરવામાં આવી છે અને રેલવે દુર્ઘટનાના મૃતકો પર 23 ટકા રકમ ખર્ચવામાં આવી.આજે પણ સીએમ રિલીફ ફંડમાં 262.28 કરોડ રૂપિયાની રકમ પડી છે.અનિલ ગલગલીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખીને માગણી કરી છે કે મનપા, સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સંબંધિત સેવાઓની પૂર્તિ પર પૈસા ખર્ચ થાય છે તો નિશ્ચિતપણ દાનદાતાઓને પણ સંતોષ મળશે કે,તેમના નાણાં યોગ્ય કામમાં ઉપયોગમાં લેવાયા છે.

28 માર્ચ 2020ના રોજ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ મહામારીના પ્રભાવથી નિપટવા માટે સરકારની મદદ કરવા માટે મુખ્યમંત્રી રાહત કોષ કોવિડ-19ની સ્થાપના કરી હતી અને લોકોને તેમાં પૈસા દાન કરવાની અપીલ કરી હતી.આ દાન કલમ 80 (G) અંતર્ગત ટેક્સમાં રાહતમાન્ય છે. બેંક એકાઉન્ટ નંબર 39239591720 છે,બેંક કોડ 00300 અને IFSC કોડ SBIN 0000300 છે. ઘણા NGO, કોર્પોરેટ અને ધાર્મિક સંગઠન સંકટ દૂર કરવા માટે રાજ્યના પ્રયાસોમાં યોગદાન આપવા આગળ આવી રહ્યાં છે.

Share Now