આંતકી હુમલાના એલર્ટના પગલે વલસાડ પોલીસનું સધન ચેકિંગ

299

વલસાડ, 01 જુન : રાજ્યમાં આંતકી હુમલાના એલર્ટને લઈને વલસાડ સીટી પોલીસે સાગર સુસાક્ષ વધારી છે.દરિયાઈ જેટ્ટી પર પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે.તિથલ જતા અને આવતા વાહનો પોલીસ દ્વારા ચેક કરીને આગળ મોકલવામાં આવે છે.માછીમાર આગેવાનો સાથે પોલીસ વિભાગ સતત સંપર્કમાં છે. ગુજરાત પોલીસને મળેલા ઇનપુટના આધારે આંતકી હુમલો થવાની સંભાવનાને લઈને રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે.જેને લઈને વલસાડ સીટી પોલીસ હદ વિસ્તારમાં આવતા તિથલ બીચ,કોસંબા જેટ્ટી અને દરિયા કિનારે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે.દરિયાઈ જેટ્ટીમાં આવતા જતા વાહનો પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા હતા.સમુદ્ર કિનારે પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.સમુદ્ર કિનારે અજાણ્યા ઈસમો,બોટ કે વાહનોની ચહલ પહલ પર પોલીસ વોચ રાખી રહી છે.

Share Now