વડોદરા મહાનગર પાલિકાનાના કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.થોડા દિવસ પહેલા કાઉન્સિલર દીપિકા પટણીએ સામાન્ય સભામાં પણ ભાગ લીધો હતો.દીપિકા પટણી વડોદરાના વોર્ડ 14 ના કોર્પોરેટર છે.હાલ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે.દીપિકા પટણી ના કોરોના રિપોર્ટ થી સામાન્ય સભામાં હાજર રહેલા તમામ કોર્પોરેટરો ભયમાં મુકાઈ ગયા છે.તમામ કોરોના ટેસ્ટ કરાવવા દોડધામ કરી રહ્યા છે.