ધરમપુર કપરાડા વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટા

267

વલસાડ,02 જૂન : ધરમપુર અને કપરાડાના સુથારપાડા વિસ્તારોના ગામોમાં સોમવારે સાંજે પવન સાથે વરસાદ વરસ્યો હતો.પવન સાથે વરસેલા વરસાદને લઈ તુતરખેડ તથા ઉકતામાં વીજલાઈન તૂટી પડ્યો હતો.ધરમપુરમાં સાંજે વરસાદી વાતાવરણ બાદ અમીછાંટણા થયા હતા.તાલુકાના બોપી,ભવાડા, જામલીયા,સોનદર,મુરદડ,તુતરખેડ,ભવઠાણ જંગલ,સાતવાંકલ,ખપાટીયા,અવલખંડી,ખોબા,પૈખેડ,ચવરા,ગુંદીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ થયો હતો.ધરમપુર તાલુકા ભાજપ મહામંત્રી ધનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉકતામાં ફૂંકાયેલા પવનથી તૂટી પડેલી HT લાઈનના તણખાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.સેલવાસમાં માવઠું પડ્યું.દાનહ સહિત સેલવાસમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને સાંજે અડધો કલાક ભારે પવન સાથે વરસાદ પડયો હતો,જેનાથી વાતાવરણમાં ઠંડક થઇ છે.વરસાદને કારણે ખેડુતો ચિંતામા આવી ગયા છે કેરીના પાકને નુકસાન થયુ છે.

Share Now