નવી દિલ્હી: દેશમાં આર્થિક કટોકટીના સમયમાં કોરોનાના કારણે હવે દેશના આમ વર્ગને પણ જે મોટો ફટકો પડયો છે અને અર્થતંત્ર સહિત દેશના 100 કરોડથી વધુ લોકોને આર્થિક કટોકટીમાંથી ઉગારવાના ભગીરથ કાર્ય ઉપરાંત બેન્કીંગ ક્ષેત્રને પણ મજબૂત રાખવા કોઈ સક્ષમ બનાવવામાં હાલના નાણમંત્રી સુશ્રી નિર્મલા સીતારામનને સ્થાને જાણીતા બેન્કર્સને દેશના નાણા વિભાગનો હવાલો સોંપવામાં આવે તેવી શકતા ફરી એક વખત વહેતી થઈ છે અને તેમાં હાલ બ્રીસ્ક બેન્કના ચેરમેન તરીકે કામ કરી રહેલા આઈસીઆઈસીઆઈ બેન્કના પુર્વ ચેરમેન કે.ટી.કામઠને જવાબદારી સોપાય તેવી શકયતા છે.કામઠ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહથી જ ભારત,ચીન,બ્રાઝીલ વિ.એ જે સંયુક્ત રીતે બ્રિસ્ક બેન્ક બનાવી છે તેના ચેરમેન તરીકે કામ કરે છે પણ આ બેન્ક બહું મહત્વની બની શકી નથી અને કામઠ પણ પરત આવવા આતુર છે તે સ્થિતિમાં તેમનું નામ નવા નાણામંત્રી તરીકે ફરી ચર્ચામાં છે. જો કે વડાપ્રધાન પણ આવી શકયતા હતી જ પરંતુ તે અફવા સાબીત થઈ છે.