ઈન્ડિયા એટલે ભારત કેમ?: સુપ્રીમમાં આજે સુનાવણી ટળી

270

– ઉચ્ચ ન્યાયાલયમાં દેશના નામ અંગે અરજી : અરજીમાં ”ઈન્ડિયા” ગુલામીની નિશાની હોવાનું જણાવાયુઃ ભારત કે હિન્દુસ્તાન નામ પ્રયોગ માટે દાદ મંગાઈ

નવી દિલ્હીઃ બંધારણના પહેલા અનુચ્છેદમાં જ લખ્યુ છે કે ઈન્ડિયા એટલે ભારત.જયારે અમેરિકાનું નામ દરેક ભાષામાં અમેરિકા,જાપાનનું જાપાન છે તો પછી ભારતનું નામ ઈન્ડિયા કેમ? આને લઈને એક વ્યકિતએ સુપ્રીમમાં અરજી દાખલ કરી છે.જેના ઉપર આજે સુનાવણી થનાર હતી પણ ચીફ જસ્ટીસ બોબડે રજા ઉપર હોવાથી સુનાવણી નવી તારીખ આપ્યા વિના જ ટળી હતી.અરજદારે સુપ્રીમમાં કરેલ અરજીમાં જણાવેલ કે,ઈન્ડિયા શબ્દ ગુલામીની નિશાની છે એટલે તેની જગ્યાએ ભારત અથવા હિન્દુસ્તાનનો ઉપયોગ થવો જોઈએ.

Share Now