વલસાડ,03 જૂન : વેબસીરીઝ પાતાલ લોકમાં હિન્દુ ધર્મના કલાકારો બની આપત્તિજનક ભૂમિકા ભજવતા ડાયરેક્ટર અને કલાકારો સામે તાત્કાલિક કડક પગલા લેવા તેમજ તમામ સામે એફઆઇઆર નોંધવા વાપીના હિન્દુ સમાજના લોકોએ જીઆઇડીસી પોલીસ મથકમાં આવેદન પત્ર આપી રોષ ઠાલવ્યો હતો.પાતાલ લોકના નામે એક વેબસીરીઝ ચાલી રહી છે.જેમાં હિન્દુ ધર્મ વિરૂદ્ધ દુષ્પ્રચાર તેમજ સાધુ સંતોને ખોટી રીતે પ્રસ્તુત કરી અપમાનિત કરી રહ્યા હોવાનું વાપીના હિન્દુ સમાજે જણાવ્યું છે.આ વેબસીરીઝમાં અનેક ભૂમિકામાં હિન્દુ પૌરાણિક સાહિત્યને બદનામ કરી હિન્દુઓની ભાવનાઓને દુભાવવાનું કૃત્ય કરાયું છે.બ્રાહ્મણ પાત્રને જનેઉ કાન પર ચઢાવી બળાત્કાર કરતા બતાવવામાં આવ્યું છે.તો મંદિરના પુજારી તેમજ મહંત લોકોને મંદિરમાં માંસ ખાતા બતાવાયા છે.અનેક કલાકારોએ હિન્દુ ધર્મ બદનામ થાય તેવી ભૂમિકા ભજવતા આ વેબસીરીઝના નિર્માતા,લેખક,નિર્દેશક,અભિનેતા-અભિનેત્રી સામે એફઆઇઆર નોંધવા સમાજે આવેદન આપ્યું હતું.