
વલસાડ,03 જૂન : કારીયામાળ ખાતે આવેલી જમીનમાં 29 મેંના રોજ જમીન કમ્પાઉન્ડને લઈ ગોવિદભાઈ જમસુભાઈ સાંબર (સરીગામ ,કારીયામાળ )એ ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે.ફરિયાદએ ભીલાડ પોકિસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં પોતાની ગણોત ધારાની કબ્જાની જમીનમાં 29મી મેંના રોજ મનીષ રાય,કીર્તિ રાય અને વિનય રાય એક બીજાની મદદ ગારીથી ટ્રકમાં મજૂરો ભરી આવી કમ્પાઉન્ડ કરવા પાટિયા ખાલી કરી રહ્યા હતા. ફરિયાદએ ગણોત તરીકે જમીન હોવાનું જણાવતા ફરિયાદી ધમકી આપી હોવાનું જણાવ્યું છે.