ઘંટનાદ અને શંખનાદ કરી ભ્રષ્ટાચારનો વિરોધ

687

બારડોલી : બારડોલી નગરપાલિકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના વિરોધમાં બારડોલીના કેટલાક જાગૃત નાગરિકો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને સામાન્ય સભા શરૂ થાય તે પહેલા ઘંટનાદ અને શંખનાદ કરી ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો.રાજેશ વાઘ અને જગદીશ ભરવાડ સહિતના આગેવાનોએ પાલિકા પ્રવેશદ્વારની બહાર ઘંટનાદ કરી શાસકોના ભ્રષ્ટાચાર અને વિપક્ષના ભેદી મૌન અંગે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

Share Now