કુવૈત : સાઉદી આરબ અને કુવેતમાં પબજી વિડીયો ગેમના નવા વર્ઝનને લઇ ધાર્મિક વિવાદના સુર છેડાઈ ગયા છે.કુવૈતના મીડિયા રીપોર્ટસ પ્રમાણે વિડીયો ગેમના નવા વર્ઝનમાં “મૂર્તિ પૂજા”ને સામેલ કરવાને લઈને મુસ્લિમ સમાજમાં નારાજગી છે.
પબજીએ “મિસ્ટીરિયસ જંગલ મોડ” નામનું નવા વર્ઝન રીલીઝ કર્યું છે,જેમાં ખેલાડી મૂર્તિ પૂજા કરતા નજરે આવી રહ્યા છે.કુવૈતના ઘણા નવા ધાર્મિક ગુરુએ પબજીના નવા વર્ઝનને લઇ ચેતવણી જાહેર કરી છે અને તંત્રને માંગ કરી છે કે ઇસ્લામ વિરોધી વિચારોથી બાળકોને બચાવો.ઇસ્લામમાં મૂર્તિપૂજા પર પ્રતિબંધ છે.
મિસ્ટીરિયસ જંગલ મોડમાં જંગલ ફૂડ,હોટ એર બલૂન સહિત અનેક નવા ફીચર્સ આવેલા છે પરંતુ વિવાદ ” ટોટેમ્સ”ને લઇ શરૂ થયો છે.વિડીયો ગેમમાં “ટોટેમ્સ” તાકાતવર મૂર્તિઓ છે અને તેમની પૂજા કરીને તેઓ બળવાન થઇ શકે છે અને તેમને એનર્જી ડ્રીંક,હેલ્થ કીટ જેવી વસ્તુઓ મળી જાય છે. પબજી રમનારા તમામ મુસ્લિમ નવા વર્ઝનનો વિરોધ કરી રહ્યા છે.ઘણા લોકો ગુસ્સામાં ગેમમાં “ટોટેમ્સ”ને સળગાવી વિરોધ કરી રહ્યા છે.
કુવૈત યુનિવર્સીટીમાં શરિયા કોલેજના પ્રોફેસર ડો.બાસમ અલ શટ્ટીએ ગલ્ફ ન્યુઝ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,વિડીયો ગેમમાં ઘણા સારા અને ખરાબ ભાગ હોઈ શકે છે પરંતુ પબજીમાં મૂર્તિપૂજા દ્વારા ઇસ્લામિક માન્યતાઓનું ઉલ્લઘન કરવામાં આવ્યું છે અને આ ઇસ્લામમાં સૌથી મોટું પાપ છે.ઇસ્લામમાં માત્ર તાકાતવર અલ્લાહની ઈબાદતમાં જ માથું જુકાવી શકાય છે.
બેઝીક એજ્યુકેશન કોલેજના પ્રોફેસર ડો. રાશીદ અલ અલીમીએ કહ્યું હતું કે, આ ખેલ મુસ્લિમો માટે ખતરનાક છે કારણે તે એવી પેઢીઓ પેદા કરશે જે ઇસ્લામનું અપમાન કરનારા સિદ્ધાંતો વિશે તેમને ખબર નહિ હોય.ઇસ્લામ એકેશ્વરવાદમાં વિશ્વાસ રાખે છે.અલ્લાહ આ દુનિયાને બનાવનારા છે અને તેમની રક્ષા કરનારા છે.ડો. બાસમે કહ્યું હતું કે, લાખો બાળકો અને યુવાઓની પસંદગી આ ગેમ માત્ર મનોરંજન નહિ અપ્રનતું ખતરનાક છે કારણે આ બહુદેવવાદનો પાઠ ભણાવે છે,તેઓ પહેલા રમશે અને તેના બંધાણી થઇ જશે.