GST વળતરની રૂપિયા ૩૬૪૦૦ કરોડની બાકી રકમ રિલીઝ થઈ

366

– અંતે રાજ્ય સરકારોને રાહત: ગઈકાલે કેન્દ્ર સરકારે વિધિ પૂરી કરી નાણા તરતા મૂકયા

ઘણા લાંબા સમયથી રાજ્ય સરકારો દ્રારા કેન્દ્ર સમક્ષ જે માંગણી થઇ રહી હતી તે અંતે કેન્દ્ર સરકારે પૂરી કરી છે ને ૨૦૨૦ ના ફેબ્રુઆરી માર્ચ સુધીના ત્રણ માસ માટે ના જીએસટી વળતરના પિયા ૩૬૪૦૦ કરોડ ગઈ કાલે સરકારે રિલીઝ કર્યા છે.કોરોના વાયરસ સામે લડી રહેલી રાજ્ય સરકારો માટે આ રકમ આશીર્વાદપ બનશે અને રાજ્ય સરકારોને ઘણી રાહત મળશે.મહામારીને પગલે લગભગ દરેક રાજ્ય સરકારના અર્થતંત્રમાં ભયંકર ગાબડા પડી ગયા છે.

આમ તો ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર દ્રારા રકમ છૂટી કરવામાં આવતી ન હતી અને રાજ્ય સરકારો દ્રારા સતત માંગણી થઇ રહી હતી કે જીએસટી વળતરની બાકી રહેતી રકમ જલદી ચુકવી દેવામાં આવે.મહામારીને પગલે રાય સરકારોની આવક બધં પડેલી છે અને પોતાનો ખર્ચેા વધી ગયો છે.કેન્દ્ર સરકારે આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને ગઈકાલે જંગી રકમ રિલીઝ કરી દીધી છે.

કેન્દ્રના વર્તુળોએ એવી માહિતી આપી છે કે ડિસેમ્બર ૨૦૧૯ થી લઈને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ના વળતરની રકમ કેન્દ્ર સરકાર દ્રારા રાજ્ય સરકારો માટે છુટ્ટી કરી દેવામાં આવી છે.આ પહેલા ૧.૧૫ ટ્રીલીયન જેટલી રકમ છૂટી કરી દેવામાં આવી હતી.સરકારી વર્તુળોએ એમ કહ્યું છે કે ગ્રાહકો તરફથી ડિમાન્ડમાં ભારે ઘટાડો થઈ જવાને પગલે સેસ નું કલેકશન થઈ શકયું ન હતું એટલા માટે વળતરનું મિકેનિઝમ બગડી ગયું હતું અને એટલા માટે રાજ્ય સરકારોને રકમ ચૂકવવામાં વિલબં કરવો પડો હતો

Share Now