વલસાડ, 08 જૂન : વલસાડ જિલ્લામાં શનિવારે કોરોનાના 7 કેસ મળી આવ્યા બાદ આ સિલસિલો જારી રહ્યો છે.વલસાડ શહેર સહિત કપરાડા તાલુકાના નાનાપોંઢામાં રવિવારે કોરોનાના વધુ 2 કેસ મળી આવતાં સંક્રમણનો ખતરો વધુ ચિંતાજનક બન્યો છે.જિલ્લામાં કોરોના કેસની સંખ્યાનો આંકડો હવે 59 સુધી પહોંચી જતાં ભય અને ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.
જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 59 પર પહોંચી જતાં તંત્રએ વધુ સાવચેતીના પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.જૂનના પ્રથમ અઠવાડિયામાં 24 કેસ કોરોના પોઝિટિવના નોંધાઇ ચૂક્યા છે.જિલ્લામાં કોરોનાથી બચવા માટે કલેકટર આર.આર.રાવલે ખાસ આદેશો હેઠળ લોકોને ચૂસ્ત ગાઇડલાઇનનો ચૂસ્ત અમલ કરવા તાકીદનો સંદેશો જારી કર્યો હતો.દરેક નાગરિક માસ્ક,હેન્ડવોશ,સેનેટરાઇઝિંગ અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગનો કડક રીતે અમલ કરવામાં ગફલત ન કરે તેના પર ભાર મૂકાયો છે.રવિવારે વલસાડ શહેરમાં ભરચક રહેણાંક વિસ્તારમાં 1 કેસ અને કપરાડા તાલુકાના નાનાપોંઢામાં 1 કેસ મળી વધુ 2 કેસ નોંધાયા હતા.જેના કારણે જિલ્લામાં કુલ કેસનો આંકડો 59 પર પહોંચી ગયો છે.
વલસાડનો 43 વર્ષીય યુવાન વાપીની વેલસ્પન કંપનીમાં નોકરી કરે છે.આ કંપનીમાં 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા.જેને લઇ આ યુવાન સંક્રમિત થયો હોવાની શક્યતા છે.નાનાપોંઢાનો 26 વર્ષીય યુવાન પોઝિટિવ રહી ચૂકેલી તેની બહેનના સંપર્કથી સંક્રમિતનું અનુમાન છે.તેની બહેન મુંબઇથી આવતાં પોઝિટવ થઇ હતી.લોકલ સંક્રમણ વધતા હવે વધુ સાવધાની રાખવી જરૂરી છે.વલસાડથી વાપી વેલસ્પન કંપનીમાં નોકરી કરતો યુવાન આ કંપનીમાં અગાઉ નિકળેલા પોઝિટિવ કેસના કારણે સંક્રમિત થવાની શક્યતા છે,જિલ્લામાં જૂન માસના પ્રથમ સપ્તાહમાં આવેલા તમામ કેસોમાં લોકલ સંક્રમણ જોવા મળ્યું છે.જેથી લોકલ સંક્રમણ અંગે ખુબ સાવધાની રાખવી જરૂરી છે.- ડો.મનોજ પટેલ,એપેિડેમિક ઓફિસર