સીબીઆઈમાં પારદર્શક્તાને પ્રોત્સાહન આપનારા એક મહત્વપૂર્ણ ચુકાદામાં,સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને (CIC) તપાસ એજન્સી દ્વારા કોઈ એફઆઈઆર નોંધ્યા વિના 2014 થી 2018 દરમિયાન બંધ થયેલા ભ્રષ્ટાચારના કેસોની વહેલી તપાસ જાહેર કરવા આદેશ આપ્યો છે.
આરટીઆઈ એક્ટના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે
કમિશને આરટીઆઈ અરજદારના વલણ સાથે સંમત થયા હતા કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને પોતાની પાસે રહેલા રેકોર્ડને બતાવવાની પરવનાગી નથી કે જે ભ્રષ્ટાચાર અને માનવાધિકારના ભંગના આરોપો સાથે સંબંધિત છે. અન્યથા સીબીઆઈને આરટીઆઈ એક્ટના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે.અરજદારે જણાવ્યું છે કે માહિતીના અધિકાર હેઠળ એજન્સીને અપાયેલી પ્રાથમિક મુક્તિ એ પ્રાથમિક તપાસ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો સંબંધિત રેકોર્ડને આવરી લેતી નથી જે એજન્સી પાસે ઉપલબ્ધ છે.માહિતી કમિશનર દિવ્ય પ્રકાશ સિંહાએ કહ્યું હતું કે, ‘. કમિશન સીપીઆઈઓને સુચના આપી છે કે તે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા આરોપોના સંબંધિતમાં પ્રાથમિક તપાસ નંબર, આરોપોના સારાંશ, પ્રારંભિક તારીખ અને પ્રારંભિક તપાસને બંધ કરવાની તારીખ જણાવે જેમાં 2014-18 વચ્ચે એજન્સીએ નિયમિત કેસ નોંધ્યા વગર તપાસ બંધ કરી દીધી.
આરટીઆઈ અરજીમાં ખુલાસો
આરટીઆઈ અરજીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લગતી વિવિધ વિગતો સાથે કયા કારણોસર મામલાઓની તપાસ બંધ કરાઈ છે તેની માંગ કરવામાં આવી હતી.સીબીઆઈ ફરિયાદ કરનાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પ્રથમ દૃષ્ટિએ મૂલ્યાંકન કરવા માટે પ્રાથમિક તપાસ શરૂ કરે છે.જો આક્ષેપોમાં પૂરતી ગંભીરતા હોય તો એજન્સી આ કેસમાં એફઆઈઆર નોંધાવે છે નહીં તો પ્રારંભિક તપાસ રદ કરવામાં આવે છે.પ્રાથમિક તપાસ આંતરિક દસ્તાવેજ છે અને કેસ બંધ કરવા માટે કોર્ટમાં કોઈ રિપોર્ટ કરવામાં આવતો નથી.