વલસાડ, 08 જૂન : દમણના કચીગામ સ્થિત કંપનીમાં કામ કરતો અને વાપી નામધામાં રહેતા યુવકને રવિવારે કોરોના પોઝિટિવ નીકળતાં દમણ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. દમણ આરોગ્ય વિભાગની ટીમ કંપનીમાં પહોંચીને કામ કરતા 40 કામદારો પૈકી હાઇ રિસ્કમાં આવેલા 23ના સેમ્પલ લીધા છે.પરિવારને પણ હોમ કોરોન્ટીનમાં લઇ લેવાયા હતા.જિલ્લા આઇડીએસપી ટીમે જાણકારી આપી હતી કે,વાપીના નામધામાં રહેતો અને નાની દમણના કચીગામ સ્થિત કેતન પ્લાસ્ટીક કંપનીમાં નોકરી કરતો 31 વર્ષનો યુવકનો રવિવારે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.યુવક છેલ્લા એક માસથી કંપનીમાં જ રહેતો હતો ગત સપ્તાહે ઇપાસ મળ્યા બાદ તે વાપીના નામધામાં આવ્યો હતો.શનિવારે યુવકની તબિયત લથડતાં વાપીની જનસેવા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યા તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.દમણ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક કાર્યવાહી કરીને કચીગામની કેતન પ્લાસ્ટીકમાં કામ કરતાં 40 પૈકી 23 કામદારોને હાઇરિસ્ક કરીને તેમના સેમ્પલ લઇને દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.આ ઉપરાંત તેમના પરિવારને પણ હોમ કોરોન્ટીનમાં લઇ લેવાયા હતા.