વલસાડ, વાપી, કપરાડામાં 2 દિવસમાં 9 કેસ નિકળતાં એપી સેન્ટરો સીલ

276

વલસાડ, 08 જૂન : પારડી સાંઢપોરમાં હિરાલાલની ગલીમાં વિનોદ નાયકાના મકાન ખાતે કોરોના કેસના પગલે એપી સેન્ટર અને રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટથી નલીન પ્રજાપતિના મકાન સુધી કન્ટેઇન્મેન્ટ ઝોન,વાપી ડુંગરામાં ડુંગરી ફળિયા મિલ્લતનગર ખાતે કેસ નિકળતાં તેને એપી સેન્ટર, સાનુભાઇની ચાલ,મસાદભાઇની દૂકાન અને ઘરથી મહિબુલ ચૌધરીના મકાન સુધી,યુસુફભાઇની ચાલથી સઇદ અન્સારીના મકાન સુધીના મકાનોના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન,વલસાડ મોગરાવાડીમાં હનુમાન ફળિયાને એપી સેન્ટર,જ્યારે જશવંત પરસોત્તમના મકાનથ મહેશ અવસ્થીની ચાલ સુધી, નયનાબેનના મકાનથી નિલેશ ચુનીલાલના મકાન સુધી 23 મકાન વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન,વલસાડ તાલુકાના ઠક્કવાડામાં મોટાફળિઆ એપી સેન્ટર તથા જગદીશ પટેલના મકાનથી બાબુ નાયકાના મકાન સુધી,બચુ હળપતિના મકાનથી મહેશ નાયકાના મકાન સુધીના તમામ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન, મોગરાવાડીમાં પ્રમુખ ગ્રીન સોસાયટી એપી સેન્ટર જાહેર કરી હરીશ ભાનુશાલીના મકાનથી હેમંત ગોહિલના મકાન સુધીના 9 મકાન વિસ્તારોને કન્ટઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છેે.

Share Now