ડાંગમાં એક મહીના બાદ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ સતર્ક

339

વલસાડ, 08 જૂન : ડાંગ જિલ્લામાં ગતરોજ શુક્રવારે બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ડાંગ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.એક મહીના પહેલા ડાંગ જિલ્લામાં કુલ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.જે રિકવર થયા બાદ તેઓને રજા આપવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં ગતરોજ શુક્રવારે બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ડાંગ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લો ગ્રીન ઝોન જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.એક મહીના પહેલા ડાંગ જિલ્લામાં સુરતથી આવેલી ત્રણ યુવતીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સમયે આ યુવતીઓને તાત્કાલિક ધોરણે સી.એચ.સી કોવીડ કેરમાં આઇસોલેટ કરવામાં આવી હતી અને 14 દિવસ બાદ આ ત્રણેય યુવતીઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી.ત્યારબાદ લગભગ એક મહીના બાદ ગતરોજ ડાંગ જિલ્લામાં બે મહીલાઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ વાત જાણ થતાં તાત્કાલિક વહીવટી તંત્રએ દર્દીઓના ગામની મુલાકાત લઇ તેઓનાં રહેણાકનાં વિસ્તારને કન્ટોનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.તેમજ ડાંગ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને બે ગામના બે વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોની આવનજાવન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસ ના ફેલાય તે માટે સંપૂર્ણ તકેદારીઓ રાખવામા આવી રહી છે.જિલ્લાનાં બે એન્ટ્રી ચેકપોસ્ટ ઉપર સ્ક્રીનીંગ માટે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે.કોરોના શંકાસ્પદ વ્યક્તિઓ માટે આહવા સિવિલ હૉસ્પિટલમાં અલગથી ફ્લુ કોર્નર તેમજ આહવા સિવીલ હોસ્પિટલ સહિત વાંસદાની પ્રાઇવેટ હોસ્પીટલમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે.ડાંગ જિલ્લામાં અત્યારસુધી કુલ 953 વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમાંથી 5 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.તથા આ પાંચ કેસોમાંથી અત્યારસુધીમાં 3 કેસ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી છે. હાલ, ડાંગ જિલ્લામાં બે એક્ટીવ કેસ છે.તે બન્ને મહિલાઓ કોવિડ કેરમાં સારવાર હેઠળ છે.

Share Now