વલસાડ, 08 જૂન : કોરોનાના સંક્રમણને રોકવા લોકડાઉન કરવામાં આવ્યું છે.પરિસ્થિતિને આધીન અનલોક-1 જાહેર કર્યા બાદ પ્રજાજનો અવરજવર કરતા થયા બન્યા છે.આપણે લોકડાઉન મુકત બન્યા છે,પણ કોરોના મુકત બન્યા નથી. આપણી ગેરસમજ કોરોનાના કેસ વધારી શકે છે.વલસાડ જિલ્લાની પ્રજાજનોને કોરાનાના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે જાહેર અપીલ કરી છે કે,જિલ્લામાં તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરે,સોશિયલ ડિસ્ટન્સ જાળવે,સેનેટાઇઝરનો ઉપયોગ કરે,હાથ વારંવાર ધુએ અને બિન જરૂરી ઘરની બહાર ન નીકળે.
વલસાડ જિલ્લાની પ્રજાને કોરાનાના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે જાહેર અપીલ કરી છે કે,જિલ્લામાં વેપાર ધંધા કરતા તમામે પોતાની દુકાનની બહાર બોર્ડ મારવું ફરજિયાત છે.જેમાં કોરાનાના સંક્રમણથી બચવાના આવશ્યક પગલાંનો ઉલ્લેખ કરવો.ધંધાના સ્થળે ફરજિયાત સેનીટાઇઝર રાખવું,સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત રીતે પાલન થાય તેની તમામ જવાબદારી દુકાનદારની રહેશે.પોલીસ પેટ્રોલીંગ કે સક્ષમ સત્તાધિકારીના ચેકિંગ દરમિયાન નિયમોનું પાલન ન થતું જણાય તો દોષપાત્ર ગણી નિયમ અનુસાર ધંધાનું લાયસન્સ મોકુફ કરવામાં આવશે.જિલ્લા વહીવટીતંત્રના કોરોના નિવારક પગલાંમાં પ્રજાજનોને સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
કડક પગલાંના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી/કર્મચારીઓની સ્કોર્ડ બનાવી 08 જૂનથી થી ચેકિંગ હાથ ધરાશે.નિયમોનો ભંગ કે અનાદર થતો જણાશે તો,કાયદા અનુસાર દંડ તથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેની જાહેર જનતાને નોંધ લેવા પણ જણાવ્યું છે.