સુરત : ગુજરાતમાં હાલ,કોરોના મહામારી ચાલી રહી છે.ત્યારે ગુજરાત સરકારે 15મી ઓગસ્ટે સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે.જેને કારણે હજુ અઢી મહિના સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેવાની છે.ત્યારે સુરતની એક સ્કૂલની ફીને લઈને દાદાગીરી સામે આવી છે.સુરતની વિબગ્યોર સ્કૂલ દ્વારા સ્કૂલ બંધ હોવા છતાં પુરી સ્કૂલ ફી ભરવા વાલીઓને ધમકી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગયા જ નથી, ભોજન જમ્યા જ નથી અને તમામ ફી ભરવા આદેશ કરાયા છે.વાલીઓ ફરિયાદ કરવા જાય તો તેમને મળવા દેવાતા નથી.વિબગ્યોરની મુંબઇ ઓફિસે વાત કરવા જાવ તેવો જવાબ અપાય છે,તેમ એક વાલીએ જણાવ્યું હતું.વિબગ્યોર સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરવાની કોશિશ કરી તો મીડિયાને સ્કૂલમાં એન્ટ્રી નથી તેવું કહેવામાં આવ્યું.