રાજ્યના IAS અને IPS કેડરમાં મોટાપાયે બદલીની તૈયારીઓ શરૂ

583

કોરોના અને લોકડાઉન બાદ રાજ્યના આઈએએસ અને આઈપીએસની બદલીનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સિનિયોરિટી લિસ્ટ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનું જુલાઈ અને મુખ્ય સચિવ અનિલ મુકેમ ઓગસ્ટ નિવૃત થઈ રહ્યા છે.આ બન્ને અધિકારીઓને એક્ષટેન્શન આપવામાં આવશે કે તેમની જગ્યા પર કોઈની નિમણૂક કરવામાં આવશે.

આ બધા વચ્ચે રાજ્યના વહીવટીતંત્ર સિનિયર-આઈએએસ અધિકારીઓની મોટાપાયે બદલી થવાની સંભાવના છે.સંભવિત ફેરફાર રથયાત્રા બાદ કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આઈએએસ-આઈપીએસનું સિનિયરિટી લિસ્ટ તૈયાર કરવામાં આવશે.મુખ્ય સચિવ અનિલ મુકિમ ઓગસ્ટમાં નિવૃત થવાના કારણે ત્રણ અધિકારીઓના નામ સીએસની સ્પર્ધામાં ચર્ચામાં છે.જેમાં મહેસુલ અગ્રસચિવ પંકજકુમાર,વન પર્યાવરણના રાજીવકુમાર ગુપતા અને દિલ્હી પર ડેપ્યુટેશન પર ગયેલા ગુ‚પ્રસાદ મહાપાત્રોના નામ ચર્ચામાં છે.જેમાં રાજીવ ગુપ્તા મેદાન મારી જાય તેવી સંભાવના પ્રબળ છે.જેનું મુખ્ય કારણ બીએમ અને સીએમની ગુડબુકમાં છે.આ બધા વચ્ચે બદલીનો ઘાણવો નિશ્ર્ચિત માનવામાં આવે છે.

Share Now