દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી ધ્રૂજી ઉઠી ધરતી, ભૂકંપનાં આંચકા અનુભવાયા

311

દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસનાં વિસ્તારોમાં ધરતી એકવાર ફરી ધ્રૂજી ઉઠી છે.મંગળવારે બપોરે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.છેલ્લા બે મહિનામાં ભૂકંપનાં આંચકા ઘણી વખત અનુભવાયા છે.ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનાં ગુરુગ્રામથી 13 કિલોમીટરનું હોવાનુ સામે આવી રહ્યુ છે.

પ્રારંભિક માહિતી અનુસાર,દિલ્હી-એનસીઆરમાં આ વખતે ભૂકંપની તીવ્રતા વધારે નહોતી.તે માત્ર 2.1 હતી.આ પહેલા શુક્રવારે ઝારખંડ અને કર્ણાટકમાં પણ ભૂકંપ આવ્યો હતો.કર્ણાટકનાં હમ્પીમાં સવારે 6.55 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.0 તીવ્રતાવાળા ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.વળી ઝારખંડનાં જમશેદપુરમાં રિક્ટર સ્કેલ પર 4 . 7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

વારંવાર આવતા ધરતીકંપ પાછળ નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં એનસીઆર માટે આ મોટા ખતરાનાં સંકેત છે.લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં પૃથ્વીની અંદરની પ્લેટો સક્રિય થવાને કારણે ઉર્જા નિકળી રહી છે,જેના કારણે આંચકાઓ સતત અનુભવાઈ રહ્યા છે.

Share Now