વલસાડ જિલ્લાનું 58.52 ટકા પરિણામ નોંધાયું, નવસારી જિલ્લાનું પરિણામ 64.72 ટકા

281

સમગ્ર રાજ્યમાંથી 10.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,જેમાં સમગ્ર રાજ્યમાં સુરત(Surat)નું ધો. 10 નું સુરત પરિણામ 74.66 ટકા નોંધાયું છે.રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રરેડ ધરાવતા તારલાઓની સંખ્યા પણ સુરતમાં જ છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે સુરતના જુદા-જુદા 282 બ્લોકમાંથી 79 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,જેમાંથી સુરતના 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યા છે.નોંધનીય છે કે સમગ્ર ગુજરાતનું ધો.10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતાં 6 ટકા જેટલુ ઓછુ પરિણામ આવ્યું છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતનામ વલસાડ,નવસારી,તાપી જિલ્લાનું પરિણામ એવરેજ રહેવા પામ્યુ હતું. વલસાડ જિલ્લાનું 58.52 ટકા પરિણામ નોંધાયું છે.અહીં માત્ર 9 વિદ્યાર્થી એ.1 ગ્રેડમાં પાસ થયા હતાં.જ્યારે નવસારી જિલ્લામાં ધોરણ 10 નું 64.72 ટકા પરિણામ આવ્યું હતું. નવસારી જિલ્લો રાજ્યમાં 5 માં ક્રમે રહ્યો છે.

દક્ષિણ ગુજરાતનાં નવસારી,વલસાડ,દમણ,તાપી જિલ્લામાં ધોરણ-10નું પરિણામ એવરેજ રહેવા પામ્યું હતું.નવસારી જિલ્લામાં ધોરણ 10 નું 64.72 ટકા પરિણામ આવ્યું હતું.નવસારી જિલ્લો રાજ્યમાં 5 માં ક્રમે રહ્યો છે.જિલ્લાની 200 શાળામાંથી 10 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે.નવસારી જિલ્લામાં A-1 ગ્રેડમાં 57 વિદ્યાર્થીઓ અને A-2 ગ્રેડમાં 649 વિદ્યાર્થીઓ સામેલ છે.વલસાડ જિલ્લાનું 58.52 ટકા પરિણામ નોંધાયું હતું.જેમાં A1 ગ્રેડ મેળવવામાં માત્ર 9 વિદ્યાર્થીઓ સફળ થયા હતાં.તાપી જિલ્લામાં ધોરણ 10 નું 49.27 ટકા પરિણામ આવ્યું હતું.તાપી જિલ્લો રાજ્યમાં 32 માં ક્રમે રહ્યો છે.માત્ર 2 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. જિલ્લામાં A-1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી સામેલ નથી જ્યારે A-2 ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓ સામેલ છે.

Share Now