વલસાડ : કંપનીના કર્મીમાં કોરોના આવતા ઉદ્યોગકારોમાં ચિંતા વધી

275

વલસાડ, 09 જૂન ; મોરાઇની વેલસ્પોન કંપનીના 3 કર્મચારી તથા દમણની કેતન પ્લાસ્ટિક કંપનીના એક કર્મચારી પોઝિટિવ આવતાં વાપીના ઉદ્યોગકારોમાં ચિતાં વધી છે.કારણ કે હજુ સુધી વાપી જીઆઇડી એસ્ટેટના એકમોમાં એક પણ કેસ નોંધાયો નથી.વીઆઇએની કમિટિએ 6540 એકમોમાં કોરોના વાઇરસને અટકાવવા સરવે કર્યો છે, જેમાં ગણતરીના એકમોને બાદ કરતાં મોટા ભાગના એકમોમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યુ છે.ખાસ કરીને અન્ય રાજયના ડ્રાઇવરોને એકમોમાં નો એન્ટ્રી,વધારે તાવ આવતાં કામદારોને રજા અપાઇ છે.વલસાડ જિલ્લામાં કુલ 59 પૈકી 26 કોરોનાના કેસો માત્ર વાપીના છે.આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં વાપી નજીક મોરાઇમાં આવેલી વેલસ્પોન કંપનીના ત્રણ કામદારોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે વાપી રહેતા અને દમણ કચીગામની કેતન પ્લાસ્ટિક કંપનીના કામદાર પણ કોરોના પોઝિટિવ બન્યો છે.ચાર-ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ બનતાં હવે વાપીના એકમોના સંચાલકોમાં ચિંતા વધી રહી છે. કારણ કે લોકડાઉન બાદ હાલ એકમો ધીમે-ધીમે ધમધમતા થયા છે.

કોરોના વાઇરસ ન ફેલાઇ તે માટે વીઆઇએની કમિટિએ 650 એકમોમાં સરવેની કામગીરી હાથ ધરી હતી.જે અંગે વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યુ હતુ કે સરવેમાં મોટા ભાગના એકમોમાં અન્ય રાજયના ડ્રાઇવરોને પ્રવેશ આપવામાં આવતો નથી.તમામ કર્મચારીઓને તાવ માપ્યા બાદ પ્રવેશ અપાય છે.તાવ વધુ હોય તો તરત જ રજા આપી દેવામાં આવે છે.આગામી દિવસોમાં વાપીના એકમોમાં કોરોનાના કેસ ન આવે તે માટે એકમોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી છે.

અધિકારીઓની એકમોની મુલાકાત જરૂરી બની રહી છે.

કોવિંદ 19ની સરકારની ગાઇડલાઇનની કરવાની શરત સાથે સરકારે એકમોને મંજુરી આપી છે.મંજુરી સમયે ઉચ્ચ અધિકારીઓ ગમે ત્યારે એકમોનું નિરીક્ષણ કરશે એવો ઉલ્લેખ કરાયો છે.વાપીના મોટા ભાગના એકમો નિયમોનું પાલન કરે છે,પરંતુ ગણતરીના એકમોની બહાર ભારે ભીડ જોવા મળે છે.આવા એકમોમાં ઉચ્ચ અધિકારીઓ ઓચિંતી મુલાકાત લે તે જરૂરી છે. જેથી કરીને કોરોના વાઇરસને અટકાવામાં સફળતા મળી શકે છે.

Share Now