રામગોપાલ વર્માની ગાંધી અને ગોડસે પર બનેલી ફિલ્મના પોસ્ટર પર ભડક્યા લોકો

347

લૉકડાઉન દરમિયાન સિનેમાઘર બંધ થવા પર રામ ગોપાલ વર્માએ પોતાના ઑનલાઇન પ્લેટફૉર્મ RGV વર્લ્ડ થિયેટરની શરૂઆત કરી દીધી છે. આ પ્લેટફૉર્મ માટે રામૂ એક પછી એક ફિલ્મની જાહેરાત કરી રહ્યા છે. આમાંથી એક ફિલ્મ ગાંધી ઔર ગોડસે પર આધારિત છે.જેને લઈને જાહેરાત કરવાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે.

રામૂએ આ ફિલ્મનું નામ રાખ્યું છે- ધ મેન હુ કિલ્ડ ગાંધી… આ ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટર પર રામૂએ ગોડસે અને ગાંધીના ચહેરાને મર્જ કરીને બતાવ્યું છે. રામૂએ આની પાછળનો પોતાનો આઇડિયા શૅર કરતાં લખ્યું, – આ તસવીરને એક-બીજામાં મિક્સ કરવાનો હેતુ એ બતાવવાનો છે કે ગાંધીને મારીને ગોડસેએ પોતાને જ મારી નાખ્યો.
જેવું ધાર્યું હતું, આ ફિલ્મના પોસ્ટરને લઈને પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે.એક યૂઝરે આ પોસ્ટર પર આપત્તિ વ્યક્ત કરતાં તેને તકલીફ આપનાર પોસ્ટર કહ્યું છે. યૂઝરે આ અંગે ગોડસે અને ગાંધીની તસવીરો મર્જ કરવાને અયોગ્ય ઠેરવ્યું છે.જેના જવાબમાં રામ ગોપાલ વર્માએ સ્પષ્ટતા આપી છે કે મોર્ફ કરવાનો ઉદ્દેશ્ય ફિલ્મ પૂરી થવા પર સમજાશે અને તમારી જેમ જ મને પણ પોતાની કલાત્મક અભિરુચિનું પ્રદર્શન કરવાનો અધિકાર છે.ફાઇનલ પ્રૉડક્ટ જોયા વગર જ કોઇપણ નિર્ણય પર પહોંચવું યોગ્ય નથી.

રામૂએ જે બીજી ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટ શૅર કર્યો છે,તે ખૂબ જ રસપ્રદ છે.આ પોસ્ટર પર ચાર યુવકો બેઠેલા બતાવવામાં આવ્યા છે,નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે અને દીવાલ પર લાગેલી કેટરિના કૅફની તસવીર જોઇ રહ્યા છે.આ ફિલ્મને રામૂએ નામ આફ્યું છે – કિડનેપિંગ ઑફ કેટરિના કૅફ… આની સાથે જ રામૂએ લખ્યું… થિયેટર્સને ભૂલી જાઓ,સિનેમાનું ભવિષ્ય ઓટીટી પણ નથી.પણ આ પર્સનલ એપ્સમાં સમેટાઇ જશે.રામૂએ કોરોનાવાયરસને લઈને પણ એક ફિલ્મ બનાવી હતી.

Share Now