અમે ચીનની ધમકીઓથી ડરવાના નથી : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન

328

કેનબેરા : ઓસ્ટ્રેલિયા દ્વારા કોરોના વાયરસ મહામારી તપાસની માગણી કર્યા બાદ ચીન તેની વિરુદ્ધ વેપારને હથિયાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું છે કે,તેઓ ચીનની ધમકીઓથી ડરવાના નથી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે સવાલ કરાયો હતો કે શું તેઓ તેમના વેપારિક ભાગીદાર ચીનનથી નિકાસમાં થઈ રહેલા નુકસાનને સહન કરતા રહેશે.ચીને વીતેલા બે મહિનામાં ઓસ્ટ્રેલિયાને આર્થિક નુકસાન પહોંચાડવા માટે અનેક પગાલ લીધા છે.

અમેરિકા અને યુરોપીય દેશોની સાથે-સાથે ઓસ્ટ્રેલિયા પણ તે દેશોમાં સામેલ છે જેમણે કોરોના વાયરસને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય તપાસની માગણી કરી છે.ઓસ્ટ્રેલિયાના આ પગલાને કારણે ચીન નારાજ થઈ ગયું હતું અને ત્યારથી તે ઓસ્ટ્રેલિયાને સતત ધમકીઓ આપી રહ્યું છે.

ચીનના શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે,ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ફરી એકવખત તેમના નિર્ણય પર વિચારવું જોઈએ. વિદેશી વિદ્યાર્થીઓને કારણે ઓસ્ટ્રેલિયાને વાર્ષિક 26 અબજ ડોલરની આવક થાય છે.ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા ઓપન માર્કેટનું સમર્થન કરે છે પરંતુ ધમકી ગમે ત્યાંથી મળી હોય તેના જવાબમાં અમે ક્યારેય અમારા મૂલ્યોનો સોદો કરીશું નહીં.વિદ્યાર્થીઓને લઈને ચીને જે ચેતવણી આપી છે મોરિસે તેને હાસ્યાસ્પદ ગણાવી છે અને ચીનના દૂતાવાસ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે.

Share Now