વલસાડ, 11 જૂન : આઈઆઈએફએલ લૂંટ કેસમાં ગુજરાત એટીએસએ ત્રણ આરોપીની ધરપકડ બાદ તેમની પાસેથી રોકડા રૂ.70 લાખ કબજે કરી વલસાડ પોલીસને આગળની તપાસ સોંપી હતી.જેમાં વધુ રૂ.45 લાખ કબજે કર્યા હોવાની માહિતી મળી છે.તો આરોપીઓના રિમાન્ડની તારીખ પુર્ણ થતા વધુ રિમાન્ડ લઇ પૂછપરછ હાથ ધરાઇ છે.વાપીમાં લૂંટ કેસમાં ગુજરાત એટીએસએ અમદાવાદથી આરોપી હરીશ ગોસ્વામીની ધરપકડ કર્યા બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આરોપી સંતોષ નાયક અને શરમત બેગની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.70 લાખ કબજે કર્યા હતા.ત્યારબાદ બંને આરોપીને વલસાડ જીલ્લા પોલીસને સોંપી આગળની તપાસ અપાઇ હતી.આ કેસમાં પોલીસે 8 તારીખ સુધીનો રિમાન્ડ મેળવી પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી હતી.હાલ આરોપીઓ પાસેથી વધુના રોકડા રૂ.45 લાખ કબજે કર્યા હોવાની માહિતી મળી રહી છે.તેમજ રિમાન્ડ પુર્ણ થઇ જવાથી વધુ રિમાન્ડ લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.