ઉદવાડામાં સંરક્ષણ દિવાલ પાછળ 6.90કરોડનું ધોવાણ

271

વલસાડ,11 જૂન : પારસીઓના પવિત્રધામ ઉદવાડાગામ દરિયાકિનારે સરંક્ષણ દિવાલ છેલ્લાં 8 વર્ષ માં બે વાર 6.90કરોડનાં ખર્ચે બનાવવામાં આવી હતી.જોકે પાછલા દાયકાની જ વાત કરીએ તો દિવાલનાં નામે રીતસરનો ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.બાંધકામ ગુણવતા વિનાનું હોવાનાં કારણે દરિયાનાં ભારે મોજા સામે આ દિવાલ ટકતી જ નથી અને સરકારી વિભાગ સરંક્ષણ દિવાલનાં નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મજૂંર કરાવી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે.

હાલમાં ત્રીજી વખત 9.85કરોડનાં ખર્ચે 800મીટરનાં પટૃામાં સરંક્ષણ દિવાલ બનાવાઇ રહી છે.આમ છેલ્લાં 8વર્ષમાં કુલ 17કરોડથી વઘુ રકમ માત્ર સરંક્ષણ દિવાલ પાછળ ખર્ચ થઇ ગયા તેમાં અગાઉ 6.90કરોડનાં ખર્ચે બનાવેલી સરંક્ષણ દિવાલનું દરિયામાં ઘોવાણ થઇ ગયું છે.ઉદવાડા ગામનો દરિયાકિનારો અડધો કિમીથી વઘુ નજીક આવી જતાં પાછલા વર્ષોમાં કિનારાનાં ઘરોને ભારે નુકસાન થયું છે.જેમાં પારસીઓનું ઘર્માદાનું ડિસ્પેન્સરી, ઘરો,પારસી હોટલો તેમજ માંગેલવાડનાં 15થી વઘુ ઘરોને દરિયાનું ધોવાણ નડયું છે.જયારે બીજી તરફ પારસીઓનું મુખ્ય પવિત્ર ધર્મસ્થાન પાક ઇરાનશાહ આતશ બહેરામ પણ દરિયાની નજીક જ હોવાથી પારસી સમુદાયનાં વડાદસ્તુર અને કેન્દ્રનાં રાષ્ટ્રીય લઘુમતિ કમિશનનાં સભ્ય ખુરશેદ દસ્તુરજીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સરંક્ષણ દિવાલ બનાવવા રજૂઆતથી જે કામગીરી કરાઇ તે હાલ પૂર્ણ થઇ નથી.કુલ દરિયાકિનારો 2કિમીનો છે.પરંતુ CRZ અને ફોરેસ્ટ વિભાગની છે. વર્ષ 2011-12માં 90લાખનાં ખર્ચે ત્યારબાદ ‌વર્ષ 2016-17માં 6કરોડનાં સરંક્ષણ દિવાલ બનાવાઇ હતી.તે પણ ઘોવાઇ જતાં ફરીથી 9.85કરોડનાં ખર્ચે દિવાલ બનાવાઇ રહી છે.

—મજબુત સરંક્ષણ દિવાલ બનાવવા માટે પ્રથમ દરિયાનાં હાઇફલડ અને કરંટ ચેક કર્યા બાદ ડિઝાઇન તૈયાર કરાઇ છે. કેન્દ્ર સરકારનાં હસ્તકનું પૂનાની સેન્ટ્રલ વોટર રિસોર્સ પાવર સ્ટેશન ડિઝાઇન તૈયાર કરતું હોય છે.જો આયોજનપૂર્વક દિવાલ બનાવવામાં આવે. – ભદ્રેશ દેસાઇ ,નિવૃત નાયબ ઇજનેર

—સરંક્ષણ દિવાલ 2કિમીનાં પટૃામાં બનાવાશે.ઉદવાડાગામનો દરિયોકિનારો બે કિમી સુધી વિસ્તાર ઘરાવે છે.જેમાં સરંક્ષણ દિવાલ બનાવાઇ રહી છે.અમુક વિસ્તારમાં સીઆરઝેડ અને ફોરેસ્ટ વિભાગમાં આવતો હોવાથી જેતે વિભાગની વહીવટી મજૂંરી બાદ બાકી રહેલા વિસ્તારમાં દિવાલ બનાવાશે.હાલમાં 9.85કરોડનાં ખર્ચે માત્ર 800મીટરની કામગીરી કરાઇ રહી છે. – રાજેશ પટેલ, એસઓ.દમણગંગા વિભાગ

મરીનડ્રાઇવની જેમ દિવાલ બનાવવી જોઇએ.મુંબઇનાં મરીનડ્રાઇવ પર 20કિમીની વઘુ વિસ્તારનાં પટૃામાં તો વઘુ કિમીનાં પટૃામાં દરિયો લાગે છે.જોકે ત્યાં ઉદવાડાની જેમ પથ્થરોથી નહીં પરંતુ ટેટ્રાપોડસ જેવી ખાસ સરંચના ઘરાવતા સિમેન્ટનાં હજારો બ્લોકસ મૂકાયા છે.જેને વર્ષો સુધી કંઇ જ થતું નથી કે, તેઓ પોતે નથી ઘોવાતા પણ મોજાંની તાકાતને તોડી નાંખે છે.જાણકારોનાં મતે આ કામગીરી મોંઘી હશે પરંતુ કાયમી છે.

Share Now