વાપી ભડકમોરામાં કોરોના કેસ બાદ એપી સેન્ટર નક્કી

272

વલસાડ,11 જૂન : વાપી પાલિકાના વિસ્તારમાં આવેલા મુકેશભાઇની ચાલ, મણિનગર, ભડકમોરા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી એપી સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી 5મી જુલાઇ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.60 જેટલા કેસો પૈકી સૌથી વધુ વાપી વિસ્તારમાં કોરોના પોઝિટિવના દર્દીઓ નોંધાયા.વાપી પાલિકામાં આવેલા મુકેશની ચાલ,મણિનગર,ભડકમોરા વિસ્તારને એપી સેન્ટર તેમજ ભડકમોરા, મણીનગર, મુકેશભાઇની ચાલમાં આવેલા 38 રૂમોના તમામ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકાયો છે.આ વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ ચીફ ઓફિસર વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે. આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.જિલ્લામાં 60 જેટલા કેસો પૈકી સૌથી વધુ વાપી વિસ્તારમાં કોરોના પોઝિટિવના દર્દીઓ નોંધાયા છે. જેને લઇને વહીવટી તંત્ર સંજાગ છે.

Share Now