દમણની ખેમાણી ડિસ્ટલરીના કર્મચારીઓ કલેકટર કચેરીમાં

276

વલસાડ,11 જૂન : દારૂ અને બિયરનું ઉત્પાદન કરતી દમણની ખેમાણી ડિસ્ટીલરીઝના કામદારોને ગત માસનો પગાર ન મળતાં 80થી વધુ લોકો મંગળવારે કલેકટર ઓફિસમાં પહોંચ્યા હતા.લેબર ઓફિસરે કામદારો સાથે વાત કરીને તેમની સમસ્યાની કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું.દમણની ખેમાણી ડિસ્ટીલરીઝમાં કામ કરતા 80થી વધુ કામદારો (કામદારો ગુજરાતના છે જે લોકડાઉનમાં નોકરીએ જઇ શક્યા ન હતા) ગત મે માસનો પગાર ન મળતાં કલેકટર કચેરીએ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.કામદારોના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી કંપનીમાં કામ કરે છે.એપ્રિલ માસમાં પગાર વધારા સાથે મળવો જોઇતો હતો પરંતુ જુના પગાર મુજબ જ ચુકવ્યો હતો.જ્યારે મે માસનો હજુ સુધી પગાર ન મળતાં તેમના પરિવારની હાલત દયનીય બની છે.દમણના લેબર ઓફિસર જે.બી. ચૌહાણે કામદારના પ્રતિનિધિ સાથે વાત કરીની સમસ્યાને કલેકટરને રજૂઆત કરવા માટે સમજાવ્યા હતા

Share Now