ડાંગમાં શાળાના વિદ્યાર્થીઓ DD ગિરનાર પર શૈક્ષણિક પાઠ શીખશે

288

વલસાડ,12 જૂન : કોરોના વાઇરસની મહામારીથી સમગ્ર શિક્ષણ જગત ઉપર અસર પડી છે.લોકડાઉનના કારણે સમાજજીવન સહિત શિક્ષણ ઉપર પણ અસર પડતા સમગ્ર વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.હજુ પણ છેવાડાના લોકો સુધી પહોંચવા માટે ટેલીવિઝન પ્રસારણના માધ્યમથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યું હતું કે,ડાંગ જિલ્લામાં 8 જુનથી શરૂ થતા શૈક્ષણિક વર્ષ હાલની કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીર્ઓને શાળામાં બોલાવી શૈક્ષણિક કાર્ય કરાવી શકાય તેમ નથી. જેથી રાજ્ય કક્ષાએથી ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષય વસ્તુ આધારિત વીડિયો/ શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી દુરદર્શન કેન્દ્ર- ડી.ડી.ગિરનાર પરથી પ્રસારિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.શાળાના શિક્ષકો દ્વારા વાલીઓ, જાગૃત નાગરિક તેમજ વિદ્યાર્થીઓને આ હોમ લર્નિંગ કાર્યક્રમની જાણકારી આપવા તથા માહિતગાર કરવા શિક્ષણાધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
વધુમાં કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા 15 તારીખથી ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ કાર્યક્રમ ટેલીવિઝન ઉપર પ્રસારિત કરાશે.

Share Now