વલસાડ,12 જૂન : કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચના અનુસાર વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે જિલ્લાના તમામ પરવાનેદારોને લાયસન્સની ઓનલાઇન એન્ટ્રી NADL-ALIS પોર્ટલમાં કરી 18 આંકડાનો યુઆઇએન નંબર 19 તારીખ પહેલાં જનરેટ કરી લેવા જાહેર અપીલ કરી છે.ત્યારબાદ યુઆઇએન જનરેટ વગરના લાયસન્સ અયોગ્ય ગણી આવા પરવાને ધારકો ઉપર આર્મ્સ એક્ટ,1959 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.ઉપરાંત આર્મ્સ(અમેન્ડલમેન્ટ ) એકટ, 2019 હેઠળ પરવાનેદારો ત્રીજું પરવાના હેઠળનું લાયસન્સ ધારણ કરતા હોય તેવા તમામ પરવાનેદારોએ તેમનું હથિયાર જમા કરાવવાનું રહેશે.તથા જમ્મુ્-કશ્મીરમાથી ટ્રાન્સફર કરી વલસાડ જિલ્લામાં દાખલ કરવામાં આવેલા તમામ પરવાનેદારોએ પણ ઓનલાઇન પોર્ટલ ઉપર એન્ટ્રી કરી યુઆઇએન જનરેટ કરવાના રહેશે.આ સૂચનાઓનું પાલન ચુસ્ત પણે કરવા જિલ્લાના તમામ હથિયાર પરવાનેદારોને અપીલ કરવામાં આવી છે.