ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈમાંથી પાંચ હજાર ક્યૂસેક પાણી છોડવાનું શરૂ

316

ગત વર્ષે ચોમાસું સારૂં જવાની સાથે ઉકાઈ ડેમ પુરો ભરાઈ ગયો હોવાથી આ વખતે ચોમાસા પહેલાથી જ ઉકાઈ ડેમમાં પાણી છલોછલ હતું.ઉકાઈની સપાટી જૂન માસની શરૂઆતમાં જ 319 ફુટની આસપાસ નોંધાઈ હતી.જો સ્હજેય વરસાદ પડે તો ડેમમાંથી પાણી છોડવું પડે તેવી સ્થિતિ હતી.જેથી ધારણા મુજબ જ ઉકાઈ ડેમમાંથી આ વર્ષે પાણી છોડવાનું વહેલું શરૂ થઈ ગયું છે.કોરોનાની સામેની લડતની સાથે સાથે સુરત શહેરે હવે સતત ઉકાઈ ડેમની સપાટી પણ ધ્યાન આપતા રહેવું પડશે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.જેને લઈ ડેમ તંત્ર વાહકોએ આ વર્ષે ફ્લડ કન્ટ્રોલ સેલ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ પાણી છોડવાનું શરૂ કર્યું છે.આ વર્ષે ઉકાઈ ડેમમાં પાણી છલોછલ ભરાયેલું છે.જેને લઈ શરૂઆતથી ધારણાં હતી કે ડેમના દરવાજા વહેલા ખોલાશે. જે આજે યથાર્થ થયું છે.મોડી રાત્રે ઉકાઈ ડેમના તંત્રવાહકોએ પાંચ હજાર ક્યુસેક પાણી છોડવા સાથે એક હાઈડ્રો યુનિટ શરૂ કર્યું છે.ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી નીચે લાવવા માટે પણ કવાયત શરૂ થઈ છે.આ વર્ષે ઉકાઈ ડેમમાં ગયા વર્ષની સરખાણીમાં ચોમાસાની સિઝન પૂર્વે 42 ફૂટ પાણી વધારે હતું.જેને લઈ શરૂઆતથી જ ડેમના દરવાજા વહેલા ખૂલે એવી આશંકા હતી.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.જેને લઈ ડેમ તંત્ર વાહકોએ આ વર્ષે ફ્લડ કન્ટ્રોલ સેલ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ પાણી છોડવાનું શરૂ કર્યું છે.આ વર્ષે ઉકાઈ ડેમમાં પાણી છલોછલ ભરાયેલું છે.જેને લઈ શરૂઆતથી ધારણાં હતી કે ડેમના દરવાજા વહેલા ખોલાશે.જે આજે યથાર્થ થયું છે. મોડી રાત્રે ઉકાઈ ડેમના તંત્રવાહકોએ પાંચ હજાર ક્યુસેક પાણી છોડવા સાથે એક હાઈડ્રો યુનિટ શરૂ કર્યું છે.ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી નીચે લાવવા માટે પણ કવાયત શરૂ થઈ છે.આ વર્ષે ઉકાઈ ડેમમાં ગયા વર્ષની સરખાણીમાં ચોમાસાની સિઝન પૂર્વે 42 ફૂટ પાણી વધારે હતું.જેને લઈ શરૂઆતથી જ ડેમના દરવાજા વહેલા ખૂલે એવી આશંકા હતી.

Share Now