
ભારતમાં કોરોના મહામારીના સતત વધતા કેસો વચ્ચે 4 તબક્કાના લોકડાઉન પછી પાંચમા તબક્કામાં લોકડાઉન ખરું પરંતુ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લાગુ રાખી અન્ય વિસ્તારોમાં અનલોક 1 ભારત કરાયું છે. વિશ્વના 45 દેશોના કોરોના સંક્રમણના કેસોનો અને અન્ય પાસાઓનો અભ્યાસ કરાયો છે.જે સર્વે રિપોર્ટ ભારત માટેચેતવણી સમાન છે.વિશ્વમાં ઘણાં દેશોએ લોકડાઉન લાગુ કર્યા બાદ કેસોમાં ઘટાડો આવતા અનલોક કરાયું છે.ભારતમાં 1 જૂનથી પાંચમા તબક્કામાં અનલોક ચાલુ થયું છે. એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે ભારત એવા 15 દેશોમાંનો એક દેશ છે જ્યાં લોકડાઉનમાં છૂટ આપતાં નવા સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલની સ્થિતિ જોતાં આગામી સ્થિતિમાં ફરીથી લોકડાઉન લાગુ કરવું પડે તેવી સ્થિત પેદા થઈ શકે છે.
અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે અનલોક કરાયું
વિશ્વમાં 45 દેશોની સ્થિતિનું અવલોકન કરાયું જેમાં કેટલાક એવા દેશો છે જ્યાં લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં અવરજવર વધવાને કારણે ત્યાં નવા કેસો વધવાની સંભાવના છે.17 દેશો એવા છે જ્યાં અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે અનલોક કરાયું પરંતુ 13 દેશોમાં કોરોના પાછો ફરવાની સંભાવના છે.જ્યાં પદ્ધતિસર અનલોક થયું છે ત્યાં બીજા તબક્કામાં કોરોના સંક્રમણનો વેવ આવે તેવું લાગતું નથી.15 દેશોમાં સેકન્ડવેવ આવી શકે છે.
નવા કેસો ઘટશે તો લોકોનો ભય દૂર થશે
લોકડાઉનમાં છૂટછાટથી લોકોની અવરજવર વધી અને રોજના કેસોમાં સામાન્ય વધારા સાથે ધંધા રોજગાર ચાલુ થઈ ગયા. જેના લીધે લોકોમાં કોરોનાનો ભય દૂર થયો. જેમ જેમ નવા કેસો ઘટશે તેમ લોકોમાં પોઝીટીવીટીમાં વધારો થશે.બીજી બાજુ જ્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યાં લોકોમાં ભય વધશે. તેથી ત્યાં કોરોના સંક્રમણ વધશે.આવી સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવું પડી શકે છે.
ભારત ડેન્જર ઝોનમાં મુકાયું
વિશ્લેષણ રિપોર્ટમાં 45 દેશોની સ્થિતિનું અવલોકન કરવામાં આવ્યું હતું.જેમાં ઓનટ્રેક,વોર્નિંગ અને ડેન્જર ઝોન.ભારત સહિત કેનેડા,ચિલી,ઈન્ડોનેશિયા, પાકિસ્તાન,સ્વિડન,સિંગાપુર દક્ષિણ આફ્રિકા જેવા દેશો આ ગ્રૂપમાં આવે છે.વોર્નિંગ ગ્રૂપમાં અમેરિકા અને યુકે આવે છે.જ્યારે ઓન ટ્રેકમાં ઈટલી, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા આવે છે.