ભારત-ચીન બોર્ડર પર તણાવ વચ્ચે કપિલ સિબ્બલ બોલ્યા- હવે ક્યા ગઇ મોદીજીની 56 ઇંચની છાતી

258

ભારત અને ચીન વચ્ચે એલએસીને લઈને વધી રહેલા તણાવને કારણે વાતાવરણ તંગ બની ગયું છે.આ દરમિયાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.તેમણે ટ્વિટ કરીને લખ્યું કે,હવે ક્યા ગઇ 56 ઇંચની છાતી. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને લખ્યું છે કે, “બે ચહેરાઓનું રાજકારણ, મોદીજી યુપીએ પર આરોપ લગાવતા હતા કે અમે ચીનને લાલ આંખ કેમ નથી બતાવતા જ્યારે તે એલએસી પાર કરે છે, મોદીજી તમે લદાખમાં ચીનને લાલ આંખ બતાવવામાં કેમ સંકોચ કરી રહ્યા છો? અને જ્યારે નેપાળ તમને લાલ આંખ બતાવે છે,તમે વાત કરવા માંગો છો,છપ્પન ઇંચની છાતી ક્યાં ગઈ?

આપને જણાવી દઇએ કે એલએસી પર ચીન અને ભારત વચ્ચેનો તણાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. ગઈકાલે રાત્રે બંને દેશોની સેના વચ્ચે થયેલા અથડામણમાં બંને પક્ષનાં ઘણા સૈનિકો માર્યા ગયા છે,જ્યારે ઘણા ઘાયલ થયા છે. ભારતીય સૈન્ય તરફથી એવી માહિતી મળી છે કે હિંસક અથડામણમાં બે જવાન અને એક કર્નલ રેન્ક અધિકારી માર્યા ગયા છે,જ્યારે ચીની સેનાનાં કેટલાક જવાનો પણ આ અથડામણમાં માર્યા ગયા છે. વળી ગ્લોબલ ટાઇમ્સનાં સમાચાર અનુસાર,આ અથડામણમાં 5 ચીની સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 11 સૈનિકો ઘાયલ થયા.

આપને જણાવી દઈએ કે, 1975 માં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. 1975 પછી પ્રથમ વખત ભારતીય સૈનિકો એલએસી પર શહીદ થયા છે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ત્રણેય સેના પ્રમુખ અને સંરક્ષણ ચીફ સાથે બેઠક યોજી હતી.બેઠકમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાજર હતા. તણાવને ધ્યાનમાં રાખીને આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવાને પઠાણકોટ લશ્કરી સ્ટેશનની તેમની મુલાકાત રદ કરી છે.

Share Now