યુપી CM HELPLINE BPO માં હડકંપ, 88 સ્ટાફ પોઝીટીવ આવતાં સીએમઓએ ફટકારી આ નોટીસ

261

કોરોના સંક્રમણને લઈને ઉત્તર પ્રદેશમાં સીએમ હેલ્પલાઈન 1076 માં કામ કરતી કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.કંપનીનું નામ સ્યોરવિન બીપીઓ (Surevin BPO Service Pvt Ltd) પ્રાઈવેટ લીમિટેડ છે,જેને મુખ્યમંત્રી (સીએમઓ)ની કચેરીએ સૂચના આપી છે.અત્યાર સુધી આ કંપનીના 88 કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કંપની પર લોકડાઉન ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

ત્રણ મુદ્દાઓનો કરાયો છે નોટિસમાં ઉલ્લેખ

સીએમઓએ કંપનીને નોટિસમાં ત્રણ મુખ્ય મુદ્દા પૂછ્યા છે. પહેલીવાત શું ઓફિસમાં સોશ્યલ ડિસ્ટન્સ, સ્વચ્છતા અને માસ્કનો ઉપયોગ થતો હતો.? જો તેમ કરવામાં ન આવ્યું તો આ બેદરકારી શા કારણથી ? બીજું, તે જ સમયે મોટી સંખ્યામાં કર્મચારીઓને ઓફિસમાં કેમ બોલાવવામાં આવ્યા હતા? અને છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કંપનીએ કોવિડ -19 માર્ગદર્શિકાનું પાલન કેમ કર્યું નહીં?

યુપીમાં રિકવરી રેટ વધીને 61 ટકા પહોંચ્યો

યુપીમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. યુપીમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. એટલે કે, અહીં વધુને વધુ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. સરકારી આંકડા મુજબ,યુપીમાં રિકવરી રેટ હવે 61 ટકાથી વધુ છે.અધિક મુખ્ય સચિવ ગૃહ,અવનિશકુમાર અવસ્થી અને મુખ્ય સચિવ આરોગ્ય અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું કે હાલમાં યુપીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 5૦64 છે.રાજ્યમાં હજી સુધી 8610 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.આમ રાજ્યનો રિકવરી રેટ 61.10% છે.

Share Now