
નવી દિલ્હી : ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ આઈ જસ્ટરે મંગળવારે 100 વેન્ટિલેટર્સ સોંપ્યા છે.યુનાઈટેડ સ્ટેટ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ તરફથી 200 વેન્ટિલેટર્સ મોકલવામાં આવશે તેમાંથી 100 વેન્ટિલેટર્સ હાલ મોકલવામાં આવ્યા છે.16મેના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતને વોન્ટિલેટર્સ મોકલવાની જાહેરાત કરી હતી.
સોમવારે સરકારના એક વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું હતું કે,100 વેન્ટિલેટર્સ અમેરિકા તરફથી ડોનેશનના રૂપે આવી રહ્યા છે. વેન્ટિલેટર્સ એર ઈન્ડિયાના વિમાન દ્વારા આવી રહ્યા છે.
16મેના રોજ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે,હું ગર્વની સાથે જાહેરાત કરું છું કે અમેરિકા તેના મિત્ર ભારતને 100 વેન્ટિલેટર્સ ડોનેટ કરશે. આ મહામારી દરમિયાન અમે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે વેક્સીન ડેવલપમેન્ટમાં પણ સહયોગ કરીશું.અમે સાથે મળીને અદ્રશ્ય દુશ્મને માત આપીશું.