
ચેન્નાઈ : વિશ્વભરમાં કોરોના વાઈરસે હાલ હાહાકાર મચાવી રહ્યો છે.પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યાં છે.તે વિશ્વભરના દેશો માટે ચિંત્તાનું કારણ બન્યું છે. આ માહોલમાં ચેન્નાઈના એક વૈજ્ઞાનિકે સૂર્યગ્રહણ અને કોરોના વાઈરસ વચ્ચે સંબંધ હોવાનો દાવો કર્યો છે.
સાયન્ટિસ્ટ કે.એલ.સુંદર કૃષ્ણાનો દાવો છે કે ગઈ 26 ડિસેમ્બરે થયેલા સૂર્યગ્રહણનો કોરોના વાઈરસ સાથે સીધો સંબંધ છે.અને આગામી 21 જુને થનારા સૂર્યગ્રહણના દિવસે કોરોના વાઈરસ પૂરો થઈ જશે.સુંદર કૃષ્ણાએ કહ્યું કે સૂર્યગ્રહણ પછી ઉત્સર્જિત વિખંડન ઉર્જા (ફિશન એનર્જી)ના લીધે પહેલા ન્યુટ્રોનના કણ સાથેના સંપર્ક પછી કોરોના વાઈરસ તૂટી ગયો છે.ગઈ તા.26 ડિસેમ્બરે થયેલા છેલ્લા સૂર્યગ્રહણ પછી સૌરમંડળમાં ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થયો છે.
ગ્રહો વચ્ચે ઊર્જાના ફેરફારના પગલે આ વાઈરસ ઉપરી વાયુમંડળમાંથી ઉત્પન્ન થયા છે.આ ફેરફારના લીધે ધરતી પર યોગ્ય વાતાવરણ બન્યુ.આ ન્યૂટ્રોન સૂર્યની સહુથી વધારે વિખંડન ઊર્જામાંથી નીકળી રહ્યાં છે.ડો. કે.એલ.સુંદર કૃષ્ણાએ જણાવ્યું કે બાયો મોલેકયુલ સંરચના પ્રોટિનનો મ્યુટેશન પ્રોસેસ સહુ પહેલાં ચીનમાં શરૂ થયો હશે. આ એક પ્રયોગ અથવા જાણી જોઈને કરાયેલો પ્રયાસ પણ હોઈ શકે છે.આગામી સૂર્યગ્રહણ કોરોના વાઈરસને ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. સૂર્યકિરણોની તીવ્રતા વાઈરસને નિષ્ક્રિય કરી દેશે.
સુંદર કૃષ્ણાએ જણાવ્યું કે આપણે એનાથી ગભરાવાની જરૂરનથી.આ સૌરમંડળમાં થનારી પ્રાકૃતિક હલચલ છે.સૂર્યકિરણ અને સૂર્યગ્રહણ આ વાઇરસનો પ્રાકૃતિક ઇલાજ છે.નોંધનીય છે કે 21 જુને સૂર્યગ્રહણ છે. જ્યોતિષશાસ્ત્રના મતે,આ ઘટના અનેક જ્યોતિષીય બનાવોમાં ફેરફારનું નિમિત્ત બનશે. 21 જુને રવિવારે સૂર્યગ્રહણ સવારે લગભગ 10.20 વાગ્યે શરૂ થશે,જે બપોરે 1.49 વાગ્યે પૂરૂં થશે.એનું સૂતક 12 કલાક પહેલા 20 જુને રાત્રે 10.20 વાગ્યે શરૂ થશે,જે ગ્રહણ સાથે જ પૂરૂં થશે.આ ગ્રહણ ભારત, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યુએઇ, ઇથિયોપિયા અને કાંગો વગેરે દેશોમાં જોવા મળશે.