કેન્દ્ર અને રાજ્ય સરકારો સમક્ષ સંક્રમણને રોકવા અને ઈકોનોમિને સંભાળવાનો પડકાર
કોરોનાના કહેરની વચ્ચે આજથી બે દિવસ સુધી કેન્દ્ર અને રાજ્યોની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ,ચંદીગઢ સહિત પહાડી અને પૂર્વોતરના રાજ્યોની સાથે બેઠક કરી હતી.આજે તે રાજ્યો સાથે બેઠક થઈ રહી છે,જ્યાં કોરોનાના કેસ ઓછા છે.કાલે તે રાજ્યોની સાથે બેઠક થશે.
સરકારે દેશમાં એક જૂનથી અનલોક-1ની શરૂઆત કરી હતી. શરતોની સાથે ગત સપ્તાહથી હોટલ-રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ અને ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવ્યા છે.પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ શરૂઆત થઈ ગઈ છે.
દેશમાં વધી રહેલા કોરોના સંકટ વચ્ચે આજથી બે દિવસીય કેન્દ્ર અને રાજ્યોની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ સહિત પર્વતીય અને પૂર્વોત્તર રાજ્યો સાથે બેઠક કરી રહ્યા છે.આજે તે રાજ્યો સાથે બેઠક યોજાઈ રહી છે જ્યાં કોરોનાના કેસ ઓછા છે.આવતીકાલે તે રાજ્યો સાથે બેઠક યોજાશે જ્યાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે.
બે દિવસીય બેઠકની શરૂઆતમાં આજે તે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીએમ અને નાયબ રાજ્યપાલ જોડાશે, જ્યાં વીસ હજારથી પણ ઓછા કોરોના કેસ છે અને દોઢ સો થી ઓછા લોકો મૃત્યુ પામ્યા છે.આ રાજ્યોમાં પર્વતીય રાજ્યો,પૂર્વોત્તર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે.
આજે આ રાજ્યો સાથે બેઠક
આજે પીએમ નરેન્દ્ર મોદી પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ, લદ્દાખ, ઝારખંડ, છત્તીસગઢ, ગોવા, કેરળ, પુડુચેરી, આસામ, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ, મિઝોરમ,સિક્કિમ,મણિપુર,નાગાલેન્ડ,અંદમાન-નિકોબાર,દાદર નગર હવેલી અને દમણ દીવ,લક્ષદ્વીપના મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાતચીત કરશે.
બનાવવામાં આવશે રણનીતિ
કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવાર મોરચો સંભાળ્યો છે.આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવામાં આવી છે. આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ રાજ્યો સાથેના કોરોના વાયરસ સાથે લડવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે.આ બેઠકનો હેતુ કોરોના સામેની લડતને વધુ તીવ્ર બનાવવાનો છે.